ગુજરાત બોર્ડે ધો.12 ની માર્કશીટ ની ફોર્મ્યુલા કરી જાહેર : જાણો- કઈ રીતે બનશે માર્કશીટ ?
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોરોના મહામારીના કારણે શિક્ષણક્ષેત્રને જોરદાર ફટકો પડ્યો છે. વિદ્યાથીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવામાં આવી હતી. ત્યારે હવે CBSE બાદ ગુજરાત સરકાર પણ કેન્દ્રના રસ્તે છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની માર્કશીટમાં કઈ રીતે માર્કસ ગણવામાં આવશે તેની ફોર્મ્યુલા જાહેર કરી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલ ધો.12ના પરિણામની ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો હતો.