Breaking: સુરતે સ્વચ્છતા સર્વેક્ષણ 2023 ના પરિણામમાં ઇતિહાસ રચ્યો : પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

Breaking: સુરતે સ્વચ્છતા સર્વેક્ષણ 2023 ના પરિણામમાં ઇતિહાસ રચ્યો : પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માં સુરતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

અત્રે નોંધનીય છે કે સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માં સુરત અને ઇન્દોર વચ્ચે કાંટાની ટક્કર હતી ત્યારે આજે 11 જાન્યુઆરીના રોજ પ્રસિદ્ધ થયેલ સ્વચ્છતા સર્વેક્ષણ પરિણામોમાં સુરત અને ઈન્દોરે એક સાથે સ્વચ્છતા સર્વેક્ષણ 2023 નો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.

સુરતે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા બદલ સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ, સુરત મેયર તેમજ સમગ્ર મહાનગરપાલિકાની ટીમ ના અથાક પ્રયત્નો ને કારણે સુરતને એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.