AAP નેતાઓના કાફલા પર ભાજપ પ્રેરિત ગુંડાઓનો હિંસક હુમલો : ઈશુદાન ગઢવીનો આક્ષેપ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં સોમનાથ દાદાના દર્શન કરી આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે જૂનાગઢના લેરીયા ગામે પહોંચેલી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા ઉપર ભાજપના કેટલાક શખ્સો દ્વારા હિંસક જાનલેવા હુમલો કરાયો હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ કર્યો છે.
જુનાગઢના વિસાવદરના લેરિયા ગામે જે સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કારની અંદર ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ ઉપસ્થિત હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટોળું આ કાફલા પર તૂટી પડે છે અને તે બાદ કાર્યકર્તા સાથે મારામારીની સાથે સાથે ગાડીઓના કાચ પણ તૂટેલા જોઈ શકાય છે.ઈસુદાન ગઢવીએ કહ્યું કે વિજયભાઈ આ વ્યવસ્થાને નહીં સંભાળી શકે. આજે માંડ માંડ જીવ બચાવ્યો છે અને મહેશભાઇ સવાણી પણ કારમાં નીચે છુપાઈ ગયા હતા અને માંડ માંડ જીવ બચાવવામાં આવ્યો છે.
આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ ભાજપ પર કર્યા આક્ષેપ.ઈશુદાન ગઢવી જણાવ્યું કે, " આમ આદમી પાર્ટીના ડરથી ભાજપ બન્યું હિંસક...સીઆર પાટીલ પ્રેરિત ગુંડાઓ બેફામ બન્યા.સૌરાષ્ટ્રમાં અમારી જનસંવેદનાયાત્રા દરમિયાન મારા અને આપ નેતા મહેશ સવાણી, પ્રવીણ રામના કાફલા ઉપર ભાજપ પ્રેરિત ગુંડાઓએ બેફામ બનીનેને જીવલેણ હુમલો કર્યો. બંગાળમાં ભાજપ ઉપર હુમલાને વખોડી કાઢે અને ગુજરાતમાં ગુંડાઓ મોકલીને હુમલાઓ કરાવે છે. ભાજપની ગુંડાગીરીથી અમે કદી ડરીશું નહિ, આમ આદમી પાર્ટી ઈંટનો જવાબ પથ્થરથી આપશે."