સુરત : આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગીયાની મોડી રાત્રે ધરપકડ
આપના કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરોએ રાતે વરાછા પોલીસ સ્ટેશન માથે લીધું
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : ગઈકાલે સુરત મનપામાં વિપક્ષ આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીને તમાચો માર્યોની ઘટના બની હતી આ ઘટનામાં સુહાગિયાની ગુરુવારે રાતે ધરપકડ કરી,વરાછા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો,સંગઠનના આગેવાનો અને કાર્યકરોનાં ટોળાંએ ધરપકડના વિરોધમાં વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી રામ ધૂન બોલાવી હતી.
‘તું મારા માણસનું કામ કેમ કરી આપતો નથી અને લાઈનમાં ઊભો રાખે છે’એમ કહી સુહાગિયા એ જહાંગીરપુરા પરાગજી નગર સોસાયટી ખાતે રહેતો રાહુલ ચેતનભાઈ પટેલ(23)ને સ્મીમેર હોસ્પિટલમાં તમાચો મારી દીધો હતો. રાહુલ સ્મીમેરમાં આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. રાહુલે આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે રાતે ધરપકડ કરી હતી.