ઉત્તરાયણમાં નવું આવ્યું! સુરતના આકાશમાં દેખાશે રામ મંદિર, લોકોમાં આકર્ષણનું કેન્દ્ર
Mnf network: ઉતરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે પતંગ રશિયાઓ માટે બજારમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં પતંગના ભાવમાં 15 ટકાનો વધારો છે. તેમ છતાં પતંગ રસીયાઓ સૌથી વધુ આ વખતે રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગ તેમજ પીએમ મોદી અને સીએમ યોગીની તસ્વીર વાળી પતંગ સૌથી વધારે પસંદ કરી રહ્યા છે. રામ મંદિરની થીમ પર તૈયાર થયેલ પતંગની ખાસિયત છે કે આ પતંગ સાત ફૂટની છે અને તેની ઉપર રામ મંદિરની તસ્વીર છે. આ ભગવાન રામ અને રામ મંદિરની થીમ પર જે વિશાલ કાય પતંગ તૈયાર કરવામાં આવી છે. તે લોકોની પહેલી પસંદ બની ગઈ છે. ભગવાન રામમાં શ્રદ્ધા રાખનાર અને પતંગ ઉત્સવના પ્રિય લોકો આ વખતે ખાસ વિશાલકાય પતંગ પસંદ કરી રહ્યા છે. જેમાં ભગવાન રામ ધનુષ લઈને ઊભા છે અને રામ મંદિરની તસવીર પણ તેની અંદર જોવા મળે છે. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિર નું ઉદઘાટન થવા જઈ રહ્યું છે દેશભરમાં જેને લઇ ઉત્સાહ છે ત્યારે પતંગ ઉત્સવમાં પણ આ ઉત્સાહ જોવા મળશે.
પતંગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હિન્દીમાં લખવામાં આવ્યું છે કે 'શેર યદી દો કદમ પીછે હટતા હૈ તો યે ન સમજના કી વહ ડર ગયા ક્યુ કી વહ જાણતા હૈ કી કબ ઉસે લંબી છલાંગ લગાની હૈ' અન્ય પતંગો ઉપર પણ આવી જ રીતે અનેક પ્રકારના સ્લોગન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી માટે લખવામાં આવ્યા છે જે લોકોને પસંદ પણ આવી રહી છે.