ફિક્સ પે નો મુદ્દો આજે દિલ્હીમાં ગુંજશે : 2000 ની નોટની મુદતમાં વધારો : તલાટી - જુનિયર ક્લાર્કની જિલ્લા ફાળવણીનો કારક્રમ જાહેર
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાંથી ફિક્સ પગાર નાબૂદ કરવાનો આ મુદ્દો હવે દિલ્હીમાં પણ ગુંજશે..1 ઓક્ટોબરે દિલ્હીમાં યોજનારી શંખનાદ રેલીમાં ગુજરાતના 10,000 કર્મચારીઓ જોડાશે. જૂની પેન્શન યોજના ના અમલ માટે દિલ્હીમાં યોજાઈ રહ્યું છે સંમેલન.. ગુજરાતના કર્મચારીઓ જૂની પેન્શન યોજના ની સાથે ફિક્સ પે નાબૂદની માગણી પણ પ્રચંડ બનાવશે.
રૂપિયા 2000 ની નોટ પડી હોય તો ચિંતા ન કરતા..રૂપિયા 2000 ની નોટ બદલવાની મુદતમાં અઠવાડિયાનો વધારો થયો છે.7 ઓક્ટોબર સુધી બદલાવી શકાશે રૂપિયા 2000 ની નોટ..પેટ્રોલ પંપ કે અન્ય જગ્યાએ રૂપિયા 2000 ની નોટ ચાલશે કે કેમ તે અંગે પ્રવર્તી રહી છે દ્વિધા.
તલાટી અને જુનિયર ક્લાર્ક ની જિલ્લા ફાળવણી નો કાર્યક્રમ જાહેર.. તલાટી માટે તારીખ પાંચમી ઓક્ટોબરથી શરૂ થનારો ફાળવણીનો કાર્યક્રમ 12 ઓક્ટોબર સુધી ચાલશે. જુનિયર ક્લાર્ક ના જિલ્લા ફાળવણી નો કાર્યક્રમ 13 ઓક્ટોબરે શરૂ થશે અને 17મી ઓક્ટોબર સુધીમાં કાર્યવાહી પૂર્ણ થઇ જશે