Breaking : મોરબી : પાટડી પાસે ગમખ્વાર અકસ્માત, ચાર ના ઘટના સ્થળે મોત

Breaking : મોરબી : પાટડી પાસે ગમખ્વાર અકસ્માત, ચાર ના ઘટના સ્થળે મોત

4 લોકોના ઘટના સ્થળે મોત

રાજસ્થાન પાર્સિંગ ની હતી ટ્રક

મોરબી પાસેના વિરપરાડા ગામના દરબાર પરિવાર ને નડ્યો અકસ્માત

મોર્નિંગ યુઝ ફોકસ નેટવર્ક : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને માતેલા સાંઢની માફક આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી પાસેના વિરપરાડા ગામના દરબારો સ્વિફ્ટ ગાડી લઈને કડી લોકાએ જઈ રહ્યાં હતા, ત્યારે પાટડી તાલુકાના જૈનાબાદ અને દસાડા વચ્ચે વણાંક પાસે માતેલા સાંઢની માફક આવતી રાજસ્થાન પાસિંગની ટ્રકે સ્વિફ્ટ કારને ધડાકાભેર ટક્કર મારતાં કારનું પડિકુ વળી ગયું હતું. જેમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ગોઝારા અકસ્માતની જાણ થતાં દસાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

અમારી Whatsapp ચેનલ Morning News Focus પર સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરી જોડાઓ..

https://whatsapp.com/channel/0029Va90Zj48kyyUhAUVYO3w