ઊંઝા : ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો : કરા પડયા : ખેડૂતોના જીવ તાળવે
ઊંઝા તાલુકામાં વાતાવરણમાં આવ્યો પલટો
છેલ્લા કેટલાય દિવસથી હતો અસહ્ય ઉકળાટ
વાતાવરણ પલટાતા પવન સાથે ઉડી ધૂળની ડમરીઓ
ખેડૂતોની ચિંતા વધી
છુટા છવાયા વરસાદના છાંટા પડતા ખેડૂતોનો જીવ તાળવે ચોટ્યો
ઊંઝા તાલુકાના જગન્નાથપુરામાં વરસાદના મોતી જેવડા કરા પડ્યા
વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ હતો ત્યારે આજે એકાએક ઊંઝા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં સાંજના લગભગ સાડા ચાર વાગ્યાના સુમારે એકાએક આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા. આ ઉપરાંત ભારે પવન અને ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. જેને લઇને ખેડૂતોનું ટેન્શન વધ્યું હતું. તો બીજી બાજુ અસહ્ય ઉકળાટ માં તપતા લોકોએ હાશકરો અનુભવ્યો હતો.