ઊંઝા : ભાજપના દિગજ્જ નેતાના જન્મ દિવસની આમંત્રણ પત્રિકાને લઇ અનેક અટકળો તેજ !
MNF Network ( સુના સો ચુના ) : ઊંઝામાં ભાજપના એક દિગજજ નેતા ના જન્મદિવસની ઉજવણીને લઈને શહેરમાં અનેક અટકળો શરૂ થઈ છે. કારણકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ભાજપના દિગજજ નેતા ના જન્મદિવસની ઉજવણી ની આમંત્રણ પત્રિકામાં અનેક રાજકીય નેતાઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જન્મદિવસની ઉજવણી કે પછી રાજકીય શક્તિ પ્રદર્શન તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે.
પ્રાપ્ત મીડિયા અહેવાલ અનુસાર ઉંઝા ભાજપના એક દિગજજ નેતાના જન્મદિવસની ઉજવણી ની આમંત્રણ પત્રિકા ને લઈને અનેક અટકળો શરૂ થઈ છે. કારણ કે આ દિગજજ નેતાના જન્મદિવસની ઉજવણીની આમંત્રણ પત્રિકામાં ભાજપના અનેક દીગજજ નેતાઓના નામ જોવા મળી રહ્યા છે. તો બીજી બાજુ આ નેતાની આજ સુધી કદાચ ક્યારેય આ રીતે અનેક ભાજપ દિગજજ નેતાઓને આમંત્રણ પાઠવીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હોય એવું સાંભળવા મળ્યું નથી.
બીજી બાજુ તાજેતરમાં ઊંઝા એપીએમસી માં આગામી જૂન મહિનામાં વર્તમાન ચેરમેન અને તેમની કારોબારીની ટર્મ પૂરી થઈ રહી છે. ત્યારે એપીએમસી માં ચેરમેન પદ મેળવવા માટે પણ રાજકીય સોગઠા ગોઠવાઈ રહ્યા છે. જોકે ભાજપના આ દિગજ નેતા ના જન્મદિવસની ઉજવણીમાં આમંત્રણ પત્રિકામાં રાજકીય આગેવાનોને અપાયેલ આમંત્રણ ને લઈ ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમ પાછળ કોઈ રાજકીય હેતુ હશે કે કેમ તેને લઈને અનેક અટકળો તે જ બની છે.