ઊંઝા : ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ની નિષ્ક્રિયતાને લઇ સિવિલ હોસ્પિટલ બીમાર : સુપ્રિટેન્ડન્ટ ની લાલિયાવાડી

ઊંઝા : ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ની નિષ્ક્રિયતાને લઇ સિવિલ હોસ્પિટલ બીમાર : સુપ્રિટેન્ડન્ટ ની લાલિયાવાડી

ઊંઝાના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ

છેલ્લા કેટલાય સમયથી ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોના સ્ટાફ ના અભાવ ને લઈને દર્દીઓને ભારે હાલાકી 

ધારાસભ્ય પોતાના રાજકીય સોગઠા ગોઠવવામાં વ્યસ્ત છે જ્યારે આરોગ્ય મંત્રી કુંભકર્ણ નિંદ્રામાં

ભાજપને ખોબલે ખોબલે મત આપી જીતાડનાર મતદારો પણ હવે ભાજપથી નારાજ છે 

મતદારોની નારાજગીને લઈને ઊંઝા ગ્રામ્ય વિસ્તારમાં થયું ઓછું મતદાન

સુપ્રિન્ટેન્ડેન્ટ ની મનમાની. ઓફિસ ટાઇમ કરતા વહેલા હોસ્પિટલ છોડી દેતા હોવાની ચર્ચા

ઊંઝા તાલુકામાં નવા મંજૂર થયેલા આરોગ્ય પેટા કેન્દ્રો માત્ર હજુ પણ કાગળ ઉપર જ !

ધારાસભ્ય અને આરોગ્ય મંત્રીની નિષ્ક્રિયતાને લઈને ટૂંક સમયમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં ફરિયાદ થવાની સંભાવના !

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા શહેર ધાર્મિક, સામાજીક, શૈક્ષણિક અને વ્યવસાયીક ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે ઊંઝા સિવિલ હોસ્પિટલમાં કેટલીક સુવિધાનો અભાવ રહ્યો છે. આ હોસ્પિટલમાં મોટા પ્રમાણમાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. ત્યારે હોસ્પિટલમાં સાધન સામગ્રી, ડોક્ટર અને મેડીકલ સ્ટાફ પુરતો ન હોવા પાછળ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી જવાબદાર હોવાનો મત લોકોમાં પ્રવર્તી રહ્યો છે.

મળતા મીડિયા અહેવાલો અનુસાર, ઊંઝા સિવિલ હોસ્પિટલમાં દરરોજ આશરે 500 થી વધારે ઓપીડી થતી હોય છે. પરંતુ મેડિકલ ઓફિસરો ૯ હોવા જોઈએ જેની જગ્યાએ ૪ થી જ કામ ચલાવી લેવાય છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટરોના અપૂરતા સ્ટાફને લીધે સારવાર અર્થે આવતા દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે પૂરતો સ્ટાફ અને સાધન સામગ્રી ના અભાવે ટેમ્પરરી સારવાર કરી મહેસાણા તેમજ પાટણ જેવી મોટી સિટીમાં સારવાર અર્થે દર્દીઓને રીફર કરી દેવામાં આવતા હોય છે.

ઊંઝા તાલુકામા 35 ગામડાઓમાં આવેલા છે જેને લઇ મોટી સંખ્યામાં દર્દીઓ સિવિલમાં આવતા હોય છે પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે અપૂરતા સ્ટાફ, અનિયમિતતા અને શોભાના ગાંઠિયા સમાન મશીનો ને લઇ સારવાર અર્થે આવતા દર્દીઓ માં રોષ ફેલાયો છે.

સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને સિવિલ હોસ્પિટલ ખાતે 24 કલાક હાજર રહેવાનું હોય છે જેના બદલામાં સરકાર દ્વારા એચ આર એ આપવામાં આવતું હોય છે. પરંતુ કોણ જાણે કેમ આ ઓફિસર પોતાના વતન થી અપડાઉન કરે છે અને સરકારમાંથી એચ આર એ પણ પૂરેપૂરું મેળવી સરકારી ખોટા લાભો મેળવતા હોય તેવું સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે આ સુપ્રિટેન્ડન્ટ ભાજપના એક દિગ્ગજ નેતાના નજીકના સંબંધી હોવાનો લાભ ઉઠાવી રહ્યા હોવાનું મનાય છે.