Exclusive: મજબૂત ભાજપ v/s મજબૂર ભાજપ : સી.આર.પાટીલ પણ લાચાર ?

Exclusive: મજબૂત ભાજપ v/s મજબૂર ભાજપ : સી.આર.પાટીલ પણ લાચાર ?

ડો.આશાબેન પટેલ ના નેતૃત્વમાં અનેક દાયકાઓ બાદ પ્રથમ વાર ભાજપને પાલિકામાં મળી હતી સત્તા 

કોરોના કાળમાં ડો.આશાબેન પટેલ નું નિધન થયુ

2022 ની વિધાનસભા ચુંટણીમાં ભાજપના સિમ્બોલ પર કે કે પટેલ બન્યા ધારાસભ્ય

કે કે પટેલની રાજકીય આવડતના અભાવ ને કારણે પાલિકામાં વિપક્ષ ને મોકળુ મેદાન મળી ગયું.

પાલિકા માં પ્રમુખની બીજી ટર્મ દરમ્યાન ભાજપના હાથ માંથી સત્તા સરકી જાય એવી સ્થિતિ જોતાં ભાજપના નેતાઓએ સત્તા નો સોદો કર્યાની ચર્ચાઓ

બીજી ટર્મ માં સર્વમાન્ય વ્યક્તિ ને પ્રમુખ બનાવવાનું નક્કી થતાં દીક્ષિત ભાઈ પટેલ ને બનાવાયા હતા પ્રમુખ

દીક્ષિત ભાઇ પટેલે પ્રમુખ બનતાં નગરના હિત માટે એક પછી એક નિર્ણયો લેતા તેમની લોકપ્રિયતા વધવા લાગી

દીક્ષિત ભાઈ ની વધતી જતી લોકપ્રિયતાને કારણે કેટલાક નેતાઓને પોતાની લીટી ટૂંકી થતી હોય તેવું દેખાયું

છેવટે કમિટમેન્ટના હથિયાર નો ઉપયોગ કરીને જેમ બને તેમ ઝડપથી દીક્ષિતભાઈ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવો તખતો તૈયાર કરાયો

દીક્ષિત ભાઈએ સત્તાનો બિલકુલ મોહ રાખ્યા વિના પલભર નો વિચાર કર્યા વગર ધરી દીધું રાજીનામુ

દીક્ષિત ભાઈએ રાજીનામું આપતા ઊંઝા નગરજનોમાં ભારે નિરાશા.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગર પાલિકામાં ભાજપની સંપૂર્ણ બહુમતી છતાં માત્ર ચાર જ મહિનામાં દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે. સૌથી મહત્વનો સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે પાલિકામાં ભાજપની બહુમતી હોવા છતાં ભાજપની એવી તે કઈ મજબૂરી હતી કે પ્રમુખ પદેથી દીક્ષિતભાઈ પટેલને રાજીનામું અપાવવું પડ્યું ?

જોકે દીક્ષિતભાઈ પટેલના રાજીનામાની અટકળો છેલ્લા એક અઠવાડિયાથી ચાલતી હતી. જે સંદર્ભે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ને પૂછતા તેમણે પણ કમિટમેન્ટ નો રાગ આલાપીને લાચારી વ્યક્ત કરી હતી. અત્રે નોંધનીય છે કે ઊંઝા નગરપાલિકામાં અનેક દાયકાઓ પછી આશાબેન પટેલે જ્યારે ભાજપનો ભગવો ધારણ કરીને ધારાસભ્ય બન્યાં તે પછી પ્રથમ વાર નગરપાલિકામાં ભાજપને સત્તા મળી હતી.

પરંતુ કોરોના કાળમાં પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના જન સેવા કરનાર આશાબેન પટેલ નું નિધન થતા 2022 ની વિધાનસભા ચૂંટણીમાં કે કે પટેલને ટિકિટ મળી અને તેઓ ધારાસભ્ય બન્યા. પરંતુ કે કે પટેલ પાસે રાજનૈતિક આવડત અને યોગ્ય રાજકીય માર્ગદર્શનનો અભાવ હોવાનો ફાયદો નગરપાલિકામાં વિપક્ષે ઉઠાવી લીધો.

નગરપાલિકામાં પ્રથમ પ્રમુખ ની ટર્મ પૂરી થતાં દ્વિતીય ટર્મ માટે પ્રમુખના મેન્ડેડ ને લઈને ખુદ ભાજપના જ નગરસેવકોમાં અસમંજસ  પેદા થઈ કારણ કે ધારાસભ્ય પોતાના માનીતાઓને પ્રમુખ પદે ગોઠવવા માગતા હતા. જેને લઈને ચાર જેટલા ભાજપના નગર સેવકોએ જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી. જેથી વિપક્ષને સત્તા મેળવવા માટેનો મોકો મળી ગયો. હવે ભાજપના હાથમાંથી સત્તા જાય એવું દેખાતું હતું ત્યારે ધારાસભ્ય પોતાની રાજકીય કારકિર્દી બચાવવા માટે નગરપાલિકામાં વિપક્ષ સાથે સત્તાનો સાદો કર્યો હોવાનું નગરમાં ચર્ચાવા લાગ્યું હતું.

જોકે ભાજપ અને વિપક્ષને સર્વ માન્ય હોય એવા વ્યક્તિને નગરપાલિકાના પ્રમુખ પદે બેસાડવા તેવું નક્કી થતાં સૌની નજર દીક્ષિત ભાઈ પટેલ ઉપર હતી અને છેવટે ભાજપના કેટલાક નેતાઓના ના ઇચ્છવા છતાં પણ દીક્ષિતભાઈ પટેલને પ્રમુખ પદ માટે મેન્ડેડ આપવો પડ્યો હતો. જોકે પ્રમુખ બનતાની સાથે જ દીક્ષિતભાઈ પટેલે નગરના વિકાસ માટે એક પછી એક મહત્વના નિર્ણયો લેવાનું શરૂ કરતાં તેમની કામગીરીની પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા સહિત ચારે બાજુ પ્રશંસા થવા લાગી હતી. જેને લઈને ભાજપના કેટલાક નેતાઓને પોતાની લીટી ટૂંકી થતી દેખાવા લાગી અને અગાઉ કરેલા કમિટમેન્ટના હથિયારનો ઉપયોગ કરી જેમ બને તેમ ઝડપથી દીક્ષિતભાઈ પટેલ રાજીનામું આપે તેઓ તખતો તૈયાર કરવામાં આવ્યો. જોકે સત્તા માટેનો સહેજ પણ મોહ ન રાખનાર દીક્ષિતભાઈ પટેલે ઘડીભર નો વિચાર કર્યા વિના ગઈકાલે રાજીનામું ધરી દીધું હતું.

જોકે નગરપાલિકામાંથી સામાન્ય રીતે પ્રમુખ પોતાના હોદ્દા ઉપરથી ઉતરે ત્યારે ક્યાંક ને ક્યાંક યશ મેળવવા કરતાં અપજશ મળતો હોય છે.પરંતુ કદાચ સમગ્ર ગુજરાતમાંથી એકમાત્ર દીક્ષિતભાઈ પટેલ એવા પાલિકા પ્રમુખ હશે જેમને પ્રમુખ પદ ગુમાવ્યું તેના બદલામાં નગરજનોની અનેક ગણી હમદર્દી પ્રાપ્ત કરી અને તેમની પ્રતિષ્ઠા માં વધારો કર્યો. જોકે દીક્ષિત ભાઈ છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી ભાજપના નિષ્ઠાવન કાર્યકર રહ્યા છે. ત્યારે આવા નિષ્ઠાવાન કાર્ય કરને માત્ર ચાર માસના ટૂંકા ગાળામાં સત્તા પરથી ઉતારીને ભાજપ અન્ય કાર્યકરોને શું સંદેશ આપવા માંગે છે એ તો હવે ભાજપે જ મનોમંથન કરવું રહ્યું !