ઊંઝા : પાલિકાના કાર્યકારી પ્રમુખના વોર્ડ માં જ પાણી નો વેડફાટ : મીડિયાને શું જવાબ આપ્યો ? જાણો
પ્રિયંકાબેન પટેલને નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ નો ચાર્જ સોપાયો
પ્રિયંકાબેન પટેલ ભાજપ માંથી વોર્ડ નંબર આઠ માંથી ચૂંટણી જીત્યાં હતાં
કાર્યકારી પાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ના વોર્ડમાં જ ઘણા સમયથી પાણીનો બેફામ થઈ રહ્યો છે વેડફાટ
પાણીનો વ્યય થવા છતાં નથી લેવાયા કોઈ નક્કર પગલાં
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા ) : ઊંઝા નગરપાલિકામાં દીક્ષિતભાઈ પટેલે પ્રમુખ પદ પરથી રાજીનામું આપતા સમગ્ર નગરજનોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે ત્યારે હાલમાં પ્રમુખ નો ચાર્જ પ્રિયંકાબેન પટેલને સોંપવામાં આવ્યો છે ત્યારે જેમને પ્રમુખનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તે કાર્યકારી પ્રમુખના વિસ્તારમાં બેફામ પાણીનો વ્યય થઈ રહ્યો છે.
નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ પ્રિયંકાબેન બેન પટેલ વોર્ડ નંબર 8 માંથી ચૂંટણી જીત્યા છે.ત્યારે તેમના વોર્ડમાં છેલ્લા કેટલાય સમયથી ખુલ્લેઆમ પાણીનો વ્યય થઈ રહ્યો છે. પરંતુ આ બાબતે કોણ જાણે કેમ એક નગર સેવક હોવા છતાં પણ તેઓ આટલા સમય સુધી બેદરકાર રહ્યાં છે. એટલું જ નહીં આ વોર્ડના ભાજપના ચારે નગરસેવકોએ આ બાબતે આંખ આડા કાન કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
ત્યારે આજે નગરપાલિકાના કાર્યકારી પ્રમુખ નો પદભાર સંભાળનાર પ્રિયંકાબેન પટેલે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા જ્યારે તેમના વિસ્તારમાં પાણીના વેડફાટ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જવાબ આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા અને માત્ર એક જ રટણ ચાલુ રાખ્યું હતું કે અમે ઘણી વખત તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કર્યો છે. અને ફોન ક્ટ કરી નાખ્યો હતો.આ રીતે અસંતોષકારક જવાબ આપીને પોતાની જવાબદારી માંથી ક્યાંક ને ક્યાંક તેમને બચવાનો પ્રયત્ન કર્યો હોય તેવું દેખાઈ રહ્યું છે.