સુરત : ભારે વરસાદને લઇ રજા મુદ્દે શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણાધિકારીએ હાથ ઊંચા કર્યા ? સંપૂર્ણ જવાબદારી આચાર્યની ?

સુરત : ભારે વરસાદને લઇ રજા મુદ્દે શિક્ષણ મંત્રી અને જિલ્લા શિક્ષણાધિકારીએ હાથ ઊંચા કર્યા ? સંપૂર્ણ જવાબદારી આચાર્યની ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ  (સુના સો ચુના ) : સુરત સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં ઠેર ઠેર અનેક ઠેકાણે કાલે રાતથી પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે ત્યારે વિદ્યાર્થીઓની સ્કૂલો ચાલુ રહેશે કે કેમ તેને લઈને સરકારે શિક્ષણ મંત્રીએ અને જિલ્લા શિક્ષણ અધિકારીએ હાથ ઊંચા કરી નાખ્યા છે અને સંપૂર્ણ જવાબદારી શાળાના આચાર્ય ઉપર ઢોળી દીધી છે ત્યારે કોઈપણ દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર પણ આચાર્ય જ રહેશે કે કેમ ?

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ એક મેસેજ જારી કર્યો છે જેમાં જણાવ્યું છે કે શાળાના આચાર્યશ્રીએ જે તે વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો રહેશે. અત્રે નોધનીય છે કે હાલમાં સુરતમાં ધોધમાર વરસાદ તો નથી પરંતુ જો બપોર પછી ધોધમાર વરસાદ પડે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. જેને લઈને વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી શકે છે. ત્યારે આવા સમયે જો કોઈ પણ દુર્ઘટના બનશે તો તેના માટે જવાબદાર આચાર્ય જ રહેશે એવું આ મેસેજ પરથી પ્રતિત થાય છે. ટૂંકમાં કહીએ તો જિલ્લા શિક્ષણ અધિકારી અને શિક્ષણ મંત્રીએ આ બાબતે પોતાના હાથ ઊંચા કરી નાખ્યા છે.

સુરત જિલ્લા શિક્ષણ અધિકારી નો આ મેસેજ...

પ્રતિ,

આચાર્યશ્રી,

સુરત, જિલ્લો:- સુરત

આજે તા.21/07/2024 ના રોજ સાંજથી અવિરત સુરત શહેરમાં અને જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે માટે શાળાના આચાર્યએ સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સવારે શાળા શરૂ રાખવી કે બંધ રાખવી તે અંગેનો નિર્ણય કરવો.

કોઈપણ વિદ્યાર્થીને શાળા પર આવવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને તકલીફ ન પડે તથા તે પ્રમાણે આચાર્યશ્રીએ નિર્ણય લેવો. 

ડૉ. ભગીરથસિંહ પરમાર

જિલ્લા શિક્ષણાધિકારી સુરત