ઊંઝા : ભાજપ શહેર પ્રમુખની સેન્સ પ્રક્રિયાને લઇ નવો વિવાદ : ધારાસભ્યની ભૂમિકાને લઈ ઉઠ્યા સવાલ !

ઊંઝા : ભાજપ શહેર પ્રમુખની સેન્સ પ્રક્રિયાને લઇ નવો વિવાદ : ધારાસભ્યની ભૂમિકાને લઈ ઉઠ્યા સવાલ !

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટીનો દાવો કરનારી ભાજપ પાર્ટીને હવે ઊંઝા વિધાનસભા વિસ્તારમાં કપરા ચઢાણોનો સામનો કરવા મજબુર થવું પડ્યું છે. ઊંઝા શહેર ભાજપ સંગઠનમાં અનેક નબળાઈઓ જોવા મળી છે. ઊંઝા શહેરમાં પૂર્વ ધારાસભ્ય સ્વ આશાબેન પટેલના નિધન બાદ ભાજપની સ્થિતિ ખૂબજ નબળી બની છે. જે પૈકી ઊંઝા નગરપાલિકાના થી લઈ ઊંઝા APMC સુધીમાં સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલે પાર્ટીની પ્રતિષ્ઠા ને ધબ્બો લગાવવા સિવાય કાંઈ જ કર્યું નહી હોવાનો ગણગણાટ છે.

તાજેતરમાં ઊંઝા શહેર અને તાલુકા ના સંગઠનમાં પ્રમુખના હોદ્દા ને લઇ નવી નિમણૂક મુદ્દે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ હતી.જેમાં એક સમયે ભાજપ વિરૃધ્ધ સોશ્યલ મિડિયામાં ઝેર ઓકનાર ધારાસભ્યના અંગત ટેકેદાર ગણાતા રાહુલ પટેલ દ્વારા ઉમેદવારી કરાતા કાર્યકરોમાં રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયામાં આ બાબતે અનેક ટીકાઓ થઈ રહી છે.

અત્રે નોંધનીય છે કે, પોતાને પ્રમાણિક કહેવડાવતા ઊંઝા ધારાસભ્ય દ્વારા તાજેતરમાં જ ઊંઝા નગરપાલિકાના સફાઈ કૌભાંડના આરોપીને ઊંઝા APMCમાં પ્રતિનિધિ તરીકે મેન્ડેટ અપાવી પોતાની પ્રતિષ્ઠા સામે સવાલો ઉભા કર્યા હતા ત્યારે હવે જોવાનુ રહ્યું કે ઊંઝા શહેર ભાજપ પ્રમુખ પદની નાવડી પર પાર્ટી સામે સોશ્યલ મિડિયામાં ઝેર ઑકનાર ધારાસભ્યના નજીક ગણાતા રાહુલ પટેલની નિયુક્તિ માં કિરીટ પટેલની શું ભૂમિકા રહે છે તેના પર સૌ કોઈની નજર મંડાઈ રહી છે.