ઊંઝા : APMC માં પાલિકા પ્રતિનિધિના મેન્ડેડ મુદ્દે ભાજપમાં ભડકો : કોર્પોરેટરો વિફર્યા, ધારાસભ્ય સામે રોષ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : ,એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીમાં માં ધારાસભ્ય ની સત્તા લાલસાને કારણે હવે ભાજપ સામે ભાજપ નો જંગ છેડાયો છે.જેમાં પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ સામે ધારાસભ્ય જૂથ મેદાને છે.ત્યારે હવે એપીએમસીમાં માં પાલિકા ના પ્રતિનિધિ ને લઇ વિવાદ નો મધપૂડો છંછેડાયો છે.
અત્રે નોંધનીય છે કે એપીએમસીમાં નગર પાલિકાના એક પ્રતિનિધિની ને મત આપવાનો અધિકાર હોય છે જેની એપીએમસીમાં ના બોર્ડ ઓફ ડિરેક્ટર માં પણ નિમણૂક કરવાની હોય છે.
જેમાં પાલિકા તરફથી ભાજપના ધારાસભ્ય અને પ્રદેશના એક સત્તાલોલૂપ નેતાએ પોતાના માનિતા કોર્પોરેટરને એપીએમસી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માં ગોઠવવા મથામણ કરી રહ્યા હોવાની વાતને લઈને અન્ય નગર સેવકોએ વિરોધ નોંધાવતા હવે ભાજપ શાસિત નગરપાલિકામાં પણ ભડકો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા નગરપાલિકાના નગરસેવકો હાલમાં સત્તા લોલુપ ધારાસભ્ય ના કાર્યાલય કેશવ ભવન આગળ એકત્ર થયા હોવાના અહેવાલો છે.આ નગર સેવકો ધારાસભ્ય અને પ્રદેશના મહત્વાકાંક્ષી નેતા ના માનિતા કોર્પોરેટર સામે વિરોધ નોંધાવવા એકત્ર થયા હોવાનું ચર્ચાય છે ત્યારે APMC મુદ્દે નગર પાલિકામાં પણ હવે ભાજપમાં ભડકો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.