ઊંઝા : પૂર્વ ધારાસભ્ય ડો. આશાબેન પટેલની આજે તૃતીય વાર્ષિક પુણ્યતિથિ : આજે પણ નગરજનો તેમને આ કારણોથી યાદ કરે છે
ડો.આશાબેન પટેલ સૌથી લોકપ્રિય ધારાસભ્ય હતાં
તેમણે શ્રેષ્ઠ ધારાસભ્ય નો એવોર્ડ થયો હતો એનાયત
ઊંઝામાં સરકારી સાયન્સ કોલેજ નું સ્વપ્ન તેમના અથાક પ્રયત્નો અને પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલના સહકાર થી સાકાર થયું હતું
કોરોના કાળમાં કરી હતી તેમણે શ્રેઠ કામગીરી
પોતાની પરવા કર્યા વિના કોરોનાગ્રસ્તો નો મદદે તૈયાર રહ્યાં હતાં
આજે 12 ડિસેમ્બર ના રોજ તેમની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ છે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઐતિહાસિક અને વ્યાપારી નગરી ઊંઝા ના પૂર્વ ધારાસભ્ય ડો આશાબેન પટેલ ની આજે ત્રીજી વાર્ષિક પુણ્યતિથિ છે ત્યારે સમગ્ર ઊંઝા વિધાનસભા વિસ્તારના લોકો ડો.આશાબેન ના વિકાસલક્ષી કાર્યો ને કારણે આજે પણ તેમને સસ્મરણ યાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવે છે.
ડો આશાબેન પટેલને તેમના કાર્યકાળમાં ઊંઝા ની વિકાસ યાત્રાને ચાર ચાંદ લગાવી દીધા હતા. તેમના કાર્યકાળમાં ઊંઝાની વર્ષો જૂની સરકારી સાયન્સ કોલેજની માગણી પૂર્ણ થઈ હતી એટલું જ નહીં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ તમામ પ્રકારની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે.
આશાબેન ના કાર્યકાળમાં ઊંઝામાં સૌથી વધુ બ્રિજ નું નિર્માણ થયું હતું અને ઊંઝા ને એક ' બ્રિજ નગરી ' ની નવી ઓળખ મળી હતી. એટલું જ નહીં તેમના કાર્યકાળમાં ઊંઝા વિધાનસભાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પણ અનેક પ્રકારના વિકાસલક્ષી કાર્ય શરૂ થયા હતા.પરંતુ કમનસીબે એકાએક તેમનું નિધન થતાં આ વિકાસયાત્રા ધીમી પડી ગઈ છે. આશાબેન પટેલે કરેલા વિકાસ કાર્યો ને કારણે આજે પણ તેમની લોકચાહના અકબંધ રહી છે.