સુરત : SMC નું 9603 કરોડનું ઐતિહાસિક ડ્રાફ્ટ બજેટ રજૂ : આનંદો ! નવો કર બોજ નહીં : આ સુવિધા બાબતે સુરત દેશનું પ્રથમ શહેર બનશે

સુરત મહાનગરપાલિકા નું સૌથી મોટું ઐતિહાસિક વધારાના કરબોજા વગરનું બજેટ
સાઉથ ગુજરાતનું સૌથી મોટું સ્પોર્ટ સ્ટેડિયમ બનાવવાનું આયોજન
સાઉથ ગુજરાતનો સૌથી મોટો ન્યુટ્રીશન પાર્ક બનાવવાનું આયોજન
સુરત શહેરને ' ભારત બજાર ' તરીકે વિકસાવવાનું આયોજન
સુરત કોમ્પ્રિશન્સિવ મોબિલિટી પ્લાન્ટ 2047
સુરત ઇન્ટીગ્રેટેડ લોજિસ્ટિક પ્લાન્ટ 2047
મેગા સ્કીલ ડેવલપમેન્ટ નું આયોજન
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ મીટીગેશન ટ્રેનિંગ સેન્ટર નું આયોજન
દરેક ઘર ઉપર ક્યુઆર ( QR ) કોડ લગાવવાનું આયોજન
શિક્ષણ સમિતિની શાળામાં પ્રથમવાર લેંગ્વેજ લેબ બનાવવાનું આયોજન
70 વર્ષથી વધુ વયના લોકો માટે કિડની અને સુગર ફંકશનના ટેસ્ટ વિના મૂલ્યે થશે.
સ્મીમેરમાં રોબોટિક મશીનથી સર્જરી કરવાનું આયોજન
શિક્ષણ સમિતિની શાળાઓમાં સો ટકા સોલાર રૂફટોપ લગાવવાનું આયોજન
રોડ ઇન્સ્પેક્શન માટે ખાસ સેલની રચના કરવાનું આયોજન
Whatsapp મારફતે વિવિધ ટેક્સના નાણાં ભરવાની સુવિધા કરાશે
ત્રણ સખી બજાર બનાવવાનો આયોજન
વર્કિંગ વુમન માટે હોસ્ટેલ બનાવવામાં આવશે
દરેક ઝોનમાં રમત ગમતના મેદાનો તૈયાર કરાશે
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : ગુજરાતનું ગ્રોથ એન્જિન એવા ઐતિહાસિક શહેર સુરત મહાનગર પાલિકાનું મનપા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મૂકવામાં આવ્યું છે.
સુરત મનપાના ઈતિહાસમાં સૌથી મોટા કદનું રૂ. 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ગત વર્ષની સરખામણીએ રૂ. 730 કરોડનો વધારો કરાયો છે. સુરત શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્રોથ હબ સિટી, ગ્લોબલી કમ્પીટીટીવ સિટી, રેસિલિયન્ટ સિટી, ફ્યુચર રેડી સિટી, સસ્ટેનેબલ એન્ડ મોસ્ટ લિવેબલ સિટી તરીકે પ્રસ્થાપિત કરવા પર ભાર મૂકાયો છે. ચૂંટણીનું વર્ષ હોય કોઈપણ કર દરમાં વધારો સૂચવાયો નથી.
સુરત મનપાના ઈતિહાસમાં અત્યાર સુધી સૌ પ્રથમવાર સૌથી મોટું 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. સુરત શહેરમાં બ્રિજ બનાવવા માટે 130 કરોડની જ્યારે તાપી નદીના શુદ્ધીકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આરોગ્ય માટે 9 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે,જેમાં 50 બેડ હોસ્પિટલમાં વધુમાં વધુ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત બાળકો માટેની પણ ઓપીડી સૌથી વધુ ઉપયોગમાં આવી રહી છે. 50 બેડની હોસ્પિટલોમાં સર્જરી પણ ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહી છે. મોડેલ ઇમ્યુનાઈઝેશન અંતર્ગત કામગીરી કરવામાં આવેલી છે.16 નવા હેલ્થ સેન્ટર કામ ચાલી રહ્યું છે. હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર માટે ખૂબ જ ઉપયોગી થઈ રહ્યા છે.
તો કે આ બધાની વચ્ચે વિશેષ વાત એ છે કે, સુરત એ દેશનું પ્રથમ શહેર બનશે જ્યાં તમામ BRTS બસ EV હશે. શહેરના સીટી બસ અને બીઆરટીએસ બસ માટે 2025-26 અંતર્ગત તમામ બસને ઇલેક્ટ્રીક બસમાં કન્વર્ટ કરવા માટે તૈયારી કરી રહ્યું છે. સુરત શહેર દેશમાં પ્રથમ શહેરબન્યું છે કે જે બીઆરટીએસ બસ 100 % ઇલેક્ટ્રિકલ દોડી રહી છે. દેશમાં એકમાત્ર શહેર છે કે જેની તમામ બીઆરટીએસ બસ ઇલેક્ટ્રીક દોડશે.
2035 સુધીમાં દૂષિત પાણીને 100 ટકા શુદ્ધ કરવાનો લક્ષ્યાંક છે. દૂષિત પાણીને શુદ્ધ કરવા માટે સુરત મહાનગર પાલિકા ખર્ચ કરશે. સુરત મહાનગરપાલિકાનું લક્ષ્ય છે કે વર્ષ 2035 સુધીમાં દૂષિત પાણીને શુદ્ધ કરી દેવાનો એટલે કે 100% શુદ્ધ કરીને ઔદ્યોગિક ગૃહોને આપવામાં આવશે.
તાપી નદીના શુદ્ધી કરણ માટે 25 કરોડની જોગવાઈ છે. સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદીના શુદ્ધીકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે
સુરતને ડાયમંડ નગરી ઉપરાંત સિલ્ક સીટી અને એથી વધારે વિશેષ ઓળખ તરીકે બ્રિજ સિટીની ઓળખ પ્રાપ્ત થઈ રહી છે ત્યારે સુરત શહેરમાં અલગ અલગ સ્થળો પર બ્રિજ બનાવવા માટે 130 કરોડની બજેટમાં જોગવાઈ કરાઈ છે.
ડુમસ સી ફેસ ડેવલપમેન્ટની પેકેજ 1 અને પેકેજ 2 અંતર્ગત કામગીરી કરવામાં આવશે. તેમજ અન્ય કામગીરી ફોરેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે.જેના માટે 153 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટ ના સમાચાર અપડેટ ચાલુ છે....