હોળીમાં કોરોના ફેલાય,રેલીઓમાં નહિ : ભાજપ વાળા દારૂની પોટલીઓથી જીત્યા, તેમના ઘરે પથ્થરમારો કરો, જાણો કયા ધારાસભ્યએ આપ્યું નિવેદન

હોળીમાં કોરોના ફેલાય,રેલીઓમાં નહિ : ભાજપ વાળા દારૂની પોટલીઓથી જીત્યા, તેમના ઘરે પથ્થરમારો કરો, જાણો કયા ધારાસભ્યએ આપ્યું નિવેદન
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોંગ્રેસના MLA ચંદ્રિકાબેન બારૈયાએ હાલની ચૂંટણીને લઇને વિવાદીત નિવેદન આપ્યું છે. ચંદ્રિકાબેન બારૈયાએ કહ્યું કે ભાજપવાળા બોગસ મતથી જીત્યા છે. દારૂની પોટલીઓથી જીત્યા છે. મશીનનો ગેરઉપયોગ કરીને જીત્યા છે. ભાજપવાળા જે જીત્યા છે તેમના ઘરે પથ્થરમારો કરવો જોઇએ. તેમને વધુમાં કહ્યું કે વિધાનસભાની ચૂંટણીમાં મને હરાવી બતાવો.મહત્વનું છે કે આગામી સમયમાં મોરવા હડફ બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે....                                             
        આગામી 28 માર્ચે હોળી અને 29 માર્ચે ધૂળેટી છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ મુદ્દે જાહેરાત કરતા જણાવ્યું કે, લોકો હોળીનું પ્રાગટ્ય કરી શકશે અને દરેક મહોલ્લા, શેરીમાં સંપૂર્ણ વિધિ વિધાન કોવિડની ગાઇડલાઇનનું પાલન કરતા  હોળી પ્રગટાવી શકાશે પરંતુ ઘૂળેટીના દિવસે રંગોત્સવ મનાવવા પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, હોળીના પ્રાગટ્ય સમયે પણ સામાજિક અંતર અને માસ્ક સહિતના કોવિડના નિયમોને અનુસરવું જરૂરી રહશે....                                                                               
      અત્રે નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન રાજકીય નેતાઓએ સમારંભો અને વિવિધ રાજકીય તાયફાઓ કરવામાં કોઇ પણ પ્રકારની કસર છોડી ન હતી. કોણ જાણે કેમ ભાજપને કોરોના સાથે ભાઈબંધી હોય તેમ ચૂંટણીઓ દરમિયાન કોરોના જાને અદ્રશ્ય થઈ ગયો હતો અને ચૂંટણીઓ પૂરી થતાની સાથે જ હવે ગુજરાતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હોવાનું સરકાર વારંવાર કહીને લોકો પર પ્રતિબંધ લગાવી રહી છે. ત્યારે જોવું રહ્યું કે બંગાળની અંદર હાલમાં જ્યારે ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ ' દો ગજ કી દુરી, માસ્ક હૈ જરૂરી' જેવા સૂત્રો આપીને લોકોને નિયમોનું પાલન કરવા અપીલ કરે છે જ્યારે બીજી બાજુ તેમની જ રેલીઓમાં અસંખ્ય લોકોની ભીડ એકઠી કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે શું રાજકીય રેલીઓ માં કોરોના નું સંક્રમણ વધતું ન હોય ?