ઊંઝા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા નવા 6 ટ્રેકટરો નો ઉમેરો કરાયો

ઊંઝા નગર પાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વેગ આપવા નવા 6 ટ્રેકટરો નો ઉમેરો કરાયો

ગુજરાત સરકારના 15 માં નાણાં પંચ માથી ઊંઝા નગરપાલિકા દ્વારા નવીન 6 ટ્રેકટરની ખરીદી કરાઈ.

 પાલિકા પ્રમુખ જિજ્ઞાબેન પટેલ( મિલન) અને પાલિકાના કોર્પોરેટરો તેમજ અધિકારી- કર્મચારી ઉપસ્થિત રહ્યા.

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઊંઝા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા ની કામગીરી વેગવંતી બને તે માટે તાજેતરમાં નવીન 6 ટ્રેક્ટરો નો ઉમેરો કરવામાં આવ્યો છે.

નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ઘરે ઘરેથી કચરો એકત્ર કરવામાં આવે છે. જેમાં સ્વચ્છતા અભિયાનને વધારે વેગ મળે તે માટે ગુજરાત સરકારના 15માં નાણાપંચમાંથી નગરપાલિકા દ્વારા નવા છ ટ્રેક્ટરની ખરીદી કરવામાં આવી છે. આમ નવીન ટ્રેક્ટરનો ઉમેરો થતાં નગરપાલિકા દ્વારા થતું સ્વચ્છતા કાર્ય વધુ વેગવાન બનશે.