મોરબી હોનારત / એવું તે શું બન્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકાએક પોતાનો કાફલો રોડ પર અટકાવી દીધો?
મોર્નિંગ ન્યુઝ ફોકસ, મોરબી : મોરબી જુલતો બ્રિજ તૂટવાની દુર્ઘટના માં કોનો આંક આશરે 140 ઉપર હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે ત્યારે આ દુર્ઘટના સમાચાર મળતાની સાથે જ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબી જવા રવાના થયા હતા અને તેમને સ્થળ પર મુલાકાત લીધી હતી અધિકારીઓ સાથે બેઠક યોજી ઘટનાની માહિતી પ્રાપ્ત કરી હતી ઉપરાંત હાઈ પાવર કમિટીની રચના કરીને આ અંગે તપાસ કરવા આદેશો આપ્યા હતા તેમ જ જવાબદારો સામે માનવ વધનો ગુનો દાખલ કર્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
જોકે મોરબી દુર્ઘટનાને પગલે મુખ્યમંત્રીની મોરબી મુલાકાત દરમ્યાન ભૂપેન્દ્રભાઈ પટેલે કાફલો રોકાવી એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે પ્રાપ્ત અહેવાલ મુજબ,મોરબી પુલ દુર્ઘટનાના અસરગ્રસ્તોની વ્હારે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખડેપગે રહીને તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીનો કાફલો માર્ગ પરથી પસાર થતો હતો ત્યારે એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ પસાર થતી હતી. આ સમયે મુખ્યમંત્રી એ કાફલો સાઈડમાં કરાવીને એમ્બ્યુલન્સને માર્ગ આપ્યો હતો. ઉપરાંત માર્ગ પરથી પસાર થઈ વખતે કોનવેમાં સાયરન બંધ રખાવીને મલાજો જાળવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને 1 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાતે આવવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.