મુન્નાભાઈ એમ.બી.બી.એસ ઝડપાયો : ડીગ્રી વિના કરતો હતો પ્રેક્ટિસ

મુન્નાભાઈ એમ.બી.બી.એસ ઝડપાયો : ડીગ્રી વિના કરતો હતો પ્રેક્ટિસ

નસવાડીના કુકરદા ગામે લોકોના સ્વાસ્થ સાથે ચેડાં કરતો બોગસ  ડોકટરને  નસવાડી પોલીસ હાથે પકડવામાં આવ્યો છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સિકંદર પઠાણ દ્વારા) : નસવાડી પોલીસ બાતમીદાર મારફતે ચોકકસ હકિકત મળેલ કે કુકરદા ગામે  એક ઓરડીમા બહારના રાજયનો વ્યક્તિ  મેડીકલ પ્રેક્ટીસ કરતો હોવાની ચોક્કસ અને આધારભુત માહીતી મળતા  કુકરદા ગામે આંબાબાર ફળીયામા માહીતીવાળી જગ્યાએ તપાસ કરતા એક ઓરડીમા ખુરશી ટેબલ ગોઠવીને ટેબલ ઉપર જુદી જુદી જાતની દવાઓ રાખી ડોક્ટર તરીકેનો વ્યવસાય કરતો વ્યક્તિ મળી આવેલ.

  તેનુ નામ સરનામુ પુછતા તેણે પોતાનુ નામ ડોક્ટર આકાશ જગદીશ રોય ઉ.વ.૩૨ રહેવાસી હાલ. કુકરદા, આંબાબાર ફળીયા તા.નસવાડી જી.છોટાઉદેપુર મુળ રહે. નાગદા જૈન જંકશન ઈંગોરીયા રોડ તા.નાગદા જી.ઉજજૈન (મધ્યપ્રદેશ) નો હોવાનુ જણાવેલ અને ડોક્ટર તરીકેની ઓળખ આપતા તેઓ પાસે ડોક્ટરની ડીગ્રી અંગેનુ પ્રમાણપત્ર તેમજ મેડીકલ પ્રેક્ટીસ કરવા બાબતના દસ્તાવેજી આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરવા લાગેલ અને પોતાના પાસે મેડીકલ પ્રેક્ટીસ અંગેના કોઇપણ પ્રકારના પ્રમાણપત્ર નહી હોવાનુ જણાવી કોઇ   પ્રમાણપત્ર રજુ કરેલ નહી.  ધોરણ ૧૨ સુધી અભ્યાસ કરેલ.આ  રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.તેની પાસે એલોપથી દવાઓ અને ઇન્જેક્શન મળી આવેલ  નસવાડી પોલીસે ઈસમ ની અટકાયત કરી છે.