સુરત : વિશ્વનો સૌથી મોટો સાડી વોકેથોન કાર્યક્રમ શરૂ : મીની ભારતની ઝાંખી થઈ

સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા ગુજરાતને રીપ્રેઝન્ટ કરી રહ્યા છે

સુરત : વિશ્વનો સૌથી મોટો સાડી વોકેથોન કાર્યક્રમ શરૂ : મીની ભારતની ઝાંખી થઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત ખાતે વિશ્વનો સૌ પ્રથમ ' સાડી વોકેથોન '  કાર્યક્રમ યોજાયો છે. જેમાં જુદા જુદા રાજ્યની મહિલાઓ અલગ અલગ સ્ટાઇલમાં સાડીઓ પહેરીને પોતાના રાજ્યોને રીપ્રેઝન્ટ કરી રહી છે.

જોકે આ ઇવેન્ટમાં માત્ર ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાની જુદા જુદા દેશની મહિલાઓ પણ સાડી પહેરીને પોતાના કન્ટ્રી ને રીપ્રેઝન્ટ કરવા આવી છે. સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા એ સ્ટેજ પર સ્થાન લેવાન બદલે ગુજરાતને રીપ્રેઝન્ટ કરતી મહિલાઓની વચ્ચે સ્થાન લીધું હતું.

સુરત સાડી વોકેથોન કાર્યક્રમમાં સુરત ના સાંસદ તેમજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ,ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી , કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ, સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા, સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીનીબેન અગ્રવાલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહિલાઓને વોકેથોન માટે ફ્લેગ માર્ચ કરાવ્યું હતું.

આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વીડિયો સંદેશ દ્વારા મહિલાઓના જુસ્સાને બિરદાવ્યો હતો. એટલું જ નહીં આયોજિત કાર્યક્રમમાં મહિલાઓને ગરબા યોગ કરાવીને સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દીધુ હતું.