ભાજપનાં મહિલા ધારાસભ્યએ ગૃહમાં ઉઠાવ્યો મહત્વનો મુદ્દો :વિધાનસભામાં 33 ટકા મહિલા અનામતની સરકાર વ્યવસ્થા કરે
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ગાંધીનગર : હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ બજેટ સત્રમાં ઊંઝા વિધાનસભા ના ધારાસભ્ય આશાબેન પટેલે રજૂઆત કરી હતી કે વિધાનસભાની 2022 ની ચૂંટણીઓમાં ૩૩ ટકા મહિલા અનામત માટે સરકાર વ્યવસ્થા કરે.
અત્રે નોંધનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા જેટલી અનામત હોય છે. ત્યારે હવે આગામી 2022 વિધાનસભાની ચૂંટણીમાં પણ ૩૩ ટકા મહિલા અનામત વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી ઊંઝાના ધારાસભ્ય ડોક્ટર આશાબેન પટેલે રજૂઆત કરી છે ત્યારે જોવું એ રહ્યું કે તેમની આ રજૂઆત કેટલે અંશે અસરકારક નીવડશે ?