Election 2022 : જો ભાજપ સત્તામાં આવે તો કૌન બનેગા મુખ્યમંત્રી ? નામ જાણી ચોકી જશો

Election 2022 : જો ભાજપ સત્તામાં આવે તો કૌન બનેગા મુખ્યમંત્રી ? નામ જાણી ચોકી જશો

2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષ ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નો ચહેરો જાહેર કરે તેમ લાગતું નથી.

તમામ રાજકીય પક્ષો માત્ર અને માત્ર પોતાની પક્ષની ઈમેજ અને પક્ષના મુખ્ય ચહેરાઓને પ્રમોટ કરીને ચૂંટણી લડવાના મૂડમાં જ છે.

જો એકવાર પુનઃ ભાજપ સત્તામાં આવી શકે છે તો ભાજપનો મુખ્યમંત્રીનો ચહેરો કોણ એ પણ એક ખૂબ જ ઉત્સુકતા જગાવતો સવાલ છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  2022 ની વિધાનસભાની ચૂંટણીઓ હવે ટૂંક સમયમાં યોજાવવા જઈ રહી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો ગુજરાતમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે આ વર્ષે ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી એ પણ એન્ટ્રી કરી છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં વારેવારે મુલાકાત કરી રહ્યા છે અને ગુજરાતની જનતાને ' મફત ' ની ગેરંટીઓ આપી રહ્યા છે. ત્યારે ગુજરાતની જનતા આ મફત ગેરેન્ટીઓને સ્વીકારશે કે નહીં એ તો પરિણામ સમયે જ ખબર પડશે. પરંતુ બીજી બાજુ ગુજરાત એ ભાજપનો સતત ગઢ રહ્યું છે અને 2022 ની ચૂંટણીમાં પણ સર્વે મુજબ ભાજપ ફરીથી સત્તામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે જો ભાજપ સત્તામાં આવે તો મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે તેને લઈને અનેક તર્ક વહેતા થયા છે .

2022 માં ભાજપની સરકાર એકવાર પુનઃ સત્તામાં આવે તો લોક મત મુજબ કેટલાક ચહેરાઓ હાલમાં મુખ્યમંત્રી તરીકે લોકમાનસ પર ચર્ચિત હોવાનું જાણવા મળ્યું છે. છતાં એ પણ જોવું રહ્યું કે ભાજપ 2022 ની ચૂંટણીમાં કોને ટિકિટ આપે છે અને કોની ટિકિટ કાપે છે.

1. હર્ષ સંઘવી : જો 2022માં ભાજપની સરકાર બને તો મુખ્યમંત્રીના ચહેરા તરીકે પ્રથમ પસંદગી લોકો માનસમાં સુરત ના મજુરાના ધારાસભ્ય અને વર્તમાન ગૃહમંત્રી એવા હર્ષ સંઘવીની છે. જેના પાછળ કેટલાક ચોક્કસ કારણો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૌથી પહેલી બાબત તો એ છે કે હર્ષ સંઘવીને કોઈ કાસ્ટ ફેક્ટર અસર કરી શકે તેમ નથી. બીજું કે તેઓ હાલની જનરેશનના યંગસ્ટર અને અસરકારક બોડી લેંગ્વેજ ધરાવતા નેતા છે. અને આજના યુથ માનસમાં તેઓ ખૂબ જ પોપ્યુલર છે. બીજું કે તેઓ સમસ્યાના નિરાકરણ માટે ઝડપી નિર્ણય લેવામાં જાણીતા છે. કોરોના કાળમાં તેમણે 1000 બેડની હોસ્પિટલ રાતોરાત તૈયાર કરીને તેમની કાર્યશક્તિનો પરચો આપી દીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તેઓ ખૂબ જ વિશ્વાસુ અને નજીકના નેતા માનવામાં આવે છે. તો વળી ગૃહ મંત્રી બન્યા બાદ અમિત શાહ સાથે પણ તેમનું સારું ટ્યુનપ છે. એટલું જ નહીં પરંતુ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નું ઓપિનિયન લેવામાં આવે તો પણ હર્ષ સંઘવી પ્રથમ પસંદ હોઈ શકે છે. બીજું કે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતને મુખ્યમંત્રી તરીકે નું પ્રતિનિધિત્વ મળ્યું નથી. ત્યારે જો આ વખતે પ્રદેશ પ્રમુખ ની જેમ મુખ્યમંત્રી માટે પણ દક્ષિણ ગુજરાત પર પસંદગી ઉતારવામાં આવે તો હર્ષ સંઘવી કદાચ મુખ્યમંત્રી તરીકે પ્રથમ પસંદગી બને તો નવાઈ નહીં !

2. મહેન્દ્ર પટેલ ( IAS ) : મહેન્દ્રભાઈ પટેલ જેઓ સુરતના કલેકટર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. એટલું જ નહીં પરંતુ કચ્છમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ તેમણે સેવાઓ આપેલી છે અને તેમની કામગીરીની પ્રશંસા બદલ સરકારે તેમને એવોર્ડ થી સન્માનિત કરેલ છે. એવું માનવામાં આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમોમાં મહેન્દ્ર પટેલની મહત્વની જવાબદારી સોંપવામાં આવતી હતી. તો વળી બીજી બાજુ ઊંઝા ઉમિયા માતાના લક્ષચંડી હવનમાં જે માઇક્રો પ્લાનિંગ કરીને સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો તે જોતા તેમને મેનેજમેન્ટ ગુરુ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના તેઓ ખૂબ જ ચાહક અને વિશ્વાસુ છે.બીજી મહત્વની બાબત એ છે કે તેઓ એક અધિકારી હોઇ તમામ પ્રકારની વહીવટીય બાબતોનું જ્ઞાન ધરાવે છે. તેથી સરકારમાં તેઓ સારી પકડ રાખી શકે છે. ઉપરાંત સંગઠનમાં પણ તેમણે ઉપાધ્યક્ષ તરીકે સારી એવી ભૂમિકા અદા કરી છે ત્યારે અને સરકાર અને સંગઠન વચ્ચે સારી રીતે ટ્યુનઅપ જળવાઈ રહે એમ મનાય છે. જો તેમને 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં ઊંઝા, સુરત કે કચ્છની કોઈ સીટ પરથી ટિકિટ આપવામાં આવે અને જીતે તો આ નિર્વિવાદી અને કાસ્ટ ફેક્ટર ને અસર ન કરનાર એવા બિન વિવાદી અને સ્વચ્છ પ્રતિભા ધરાવનાર મહેન્દ્ર પટેલની પણ પસંદગી થાય તો નવાઈ નહી ! 

3. મનસુખ માંડવીયા : મનસુખ માંડવીયા હાલમાં કેન્દ્રીય મંત્રી છે. અને તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુડ બુકમાં સ્થાન ધરાવે છે. એટલું જ નહીં તેઓ હંમેશા માટે બિનવિવાદી ચહેરો રહ્યા છે. તેમજ તેઓ સાયકલ સવારીને પ્રમોટ કરનાર એક પર્યાવરણ પ્રેમી નેતા છે. ત્યારે મુખ્યમંત્રી માટે જો સૌરાષ્ટ્ર પર પસંદગી ઉતારવામાં આવે તો સૌરાષ્ટ્રના આ બિનવિવાદી ચેહરા તરીકે મનસુખ માંડવીયાની પણ મુખ્યમંત્રી તરીકે પસંદગી થઈ શકે છે.

જોકે આ ઉપરાંત પણ ભાજપના કેટલાક ચહેરાઓ મુખ્યમંત્રી તરીકે લોકમાનસ પર અસરકારક છાપ ધરાવતા હોઈ શકે છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી છે. જેમાં કોઈ પરિવારવાદ કે સગાવાદને સ્થાન આપવામાં આવતું નથી. માત્ર અને માત્ર જનહિત અને પક્ષની ઈમેજને ધક્કો ન પહોંચાડે અને બધી રીતે ટ્યુનઅપ સાધી શકે તેવા નેતાને પસંદગી આપવામાં આવતી હોય છે. જો કે છેલ્લી ઘડીએ બાજી પલટી નાખવામાં પણ ભાજપ ખૂબ જ માહીર રહ્યું છે. ત્યારે હવે 2022 ની વિધાનસભાની ચૂંટણીઓમાં જો ભાજપ ફરીથી સત્તામાં આવે છે તો મુખ્યમંત્રીનો ચહેરો કોણ રહેશે તેને લઈને અંત સુધી અટકળોનો દોર તો ચાલુ જ રહેવાનો. પરંતુ આ બધી અટકાળો અને તર્ક વિતર્કો છેવટે તો ચૂંટણીના પરિણામ પર જ આધારિત છે.