જસદણમાં આયોજિત કૃષ્ણકુંજ સમિતિનો જાજરમાન સમૂહ લગ્નોત્વ સંપન્ન
Mnf network : જસદણ કૃષ્ણકુંજ સમુહલગ્ન સમિતી દ્વારા તાજેતરમાં વિંછીયા તાલુકાનાં બેલડા સરતાની ગામે સમુહલગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લગ્નોત્સવમાં 14 યુગલો એ ઘરસંસાર માંડયો હતો. આ લગ્નોત્સવમાં રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રેરક પ્રવચન આપ્યુ હતુ.
આ સાથે લગ્નોત્સવને દિપાવવા સંતો - મહંતો પણ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહયા હતા. કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રેરક પ્રવચન આપી સમિતીનાં પ્રમુખ દિનેશભાઇ પરમારને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ ગુજરાત રાજય ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાએ પણ શુભેચ્છાઓ આપી હતી.