કોરોનામાં ભાજપ સરકારની નિષ્ફળતા સામે આ દિગજ્જ નેતાએ કર્યો કટાક્ષ : " સરદાર પણ હવે શરમાય છે , મોતનું તાંડવ રચી મુખ્યમંત્રી બદલવાનું બહાનું ? "
મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : કોરોના ની આ કપરી પરિસ્થિતિમાં સરકાર આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ સાબિત થઇ રહી છે. ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર સામે જબરદસ્ત વ્યંગ કર્યો છે. શહેરો બાદ હવે ગામડાઓમાં પણ કોરોના કહેર મચાવી રહ્યો છે.ત્યારે પરેશ ધાનાણી એ ટ્વીટ કરી લખ્યું છે કે,
"ખુરશીની ઘાંણી, પ્રજા સલવાણી"
હવે કાળમુખા કોરોનાએ સમગ્ર ગ્રામિણ
ગુજરાતને ભરડો લીધો છે છતાયે,
હાલ ઇંજેક્શન-ઓક્સિજન-એમ્બ્યુલન્સ
લેબ,ડોકટર,વેન્ટિલેટર તથા દવાખાને ઉભી
કરેલી ખાટલાની અછતથી,
શુ ગામે ગામના મહાણે મોતનુ તાંડવ રચી
અને માત્ર "મુખ્યમંત્રી"ને બદલવાનુ બહાનુ
શોધાઈ રહ્યુ છે.?
તો વળી બીજું એક ટ્વીટ કરી પરેશ ધાનાણી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની તસ્વીર અને ઓક્સિજન બોટલ સાથેની એક મહિલાના ફોટોને ટ્વીટ કરી લખ્યું છે કે,
"" શરમ કરો, સરકાર ""
કોવિડ કો હરાને કે લીએ હમ
સબને ડંડે ખાયે, ભૂખે સોયે ઔર
ધંધે ભી ખોયે,
બીતે સાલ ભર મેં પર્યાપ્ત સમય કે
બાવજૂદ સરકાર સુવિધા ઉપલબ્ધ
કરવાને મેં " વિફલ" રહી ઔર,
આજ ગુજરાતમે અસપતાલ ડોકટર
દવાઈ, ઇન્જેક્શન, એમ્બ્યુલન્સ એવમ
ઓક્સિજન કી કમી સે
ખુદ "સરદાર" શર્મિંદા હૈ