કોરોના કાળ માં રાજકીય પક્ષ ની આવક વધી
ADR ડેટા અનુસાર, 2021-22માં 6046.81 કરોડની સંપત્તિ સાથે ભાજપ દેશનો સૌથી ધનિક રાજકીય પક્ષ હતો. નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22માંકોરોનાકાળ દેશમાં ચાલી રહ્યો હતો. જેના કારણે કેટલાય લોકોની નોકરી જતી રહી હતી જ્યારે બીજી તરફ વેપાર ધંધા ભાગી પડ્યા હતા.
જેના કારણે કેટલાય લોકોની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. પણ આ સમયગાળા દરમિયાન દેશના 8 રાજકીય પક્ષોની સંપત્તિમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. વર્ષ 2020-21માં આ આઠેય રાજકીય પક્ષોની કુલ સંપતિ 7297.618 કરોડ રૂપિયાની થઈ હતી.