AIMS એ હેલી પેડ બનાવવા આપ્યા આદેશ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજકોટ ખાતે નિર્માણાધીન એઇમ્સ હોસ્પિટલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. અને નિયત રાષ્ટ્ર્રીય માપદંડોના પાલન સાથે બાકીની કામગીરી સત્વરે પૂર્ણ કરવા સંબંધિતોને સૂચના આપી હતી.
રાષ્ટ્ર્રીય કક્ષાની તબીબી સંસ્થા હોવાથી પરિસરમાં ૩ હેલીપેડ બનાવવા તેમણે સ્થળ પર જ આદેશો આપ્યા હતા. શહેરમાંથી વિવિધ રસ્તે એઇમ્સ સુધી પહોંચવા માટે નાગરિકોને પડતી તકલીફોનું યોગ્ય નિરાકરણ કરવા પણ મુખ્યમંત્રીએ તાકીદ કરી હતી અને કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો તેનું તાત્કાલિક નિવારણ કરવા અંગત રીતે ધ્યાન દોરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી. એઇમ્સ ખાતે અત્યાર સુધી કરાયેલા આરોગ્ય કેમ્પની માહિતી મેળવી જાહેર જનતાના લાભાર્થે વધુ ને વધુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવા તેમણે આ બેઠકમાં ભાર મુકયો હતો.