શિક્ષક દિવસ વિશેષ

શિક્ષક દિવસ વિશેષ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, ગુજરાત સુનિશ્ચિત કરી રહ્યું છે કે સમગ્ર રાજ્યના વિદ્યાર્થીઓ સુધી અત્યાધુનિક શાળાકીય સુવિધાઓ પહોંચે. બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનું તેમનું આ વિઝન માત્ર શહેરો અને ગામડાઓ પૂરતું જ મર્યાદિત નથી પરંતુ, રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળાઓ પણ આજે સ્માર્ટ સ્કૂલો બની રહી છે.

વલસાડ જિલ્લામાં સ્થિત કકવાડી પ્રાથમિક શાળા (KPS) સ્માર્ટ સ્કૂલિંગનું આવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે 

આદિજાતિ વિસ્તારમાં દરિયાકાંઠાથી એક કિલોમીટરના અંતરમાં આવેલી આ શાળા ઘણા પડકારો વચ્ચે કાર્યરત હતી. અહીં ખારાશનું પ્રમાણ વધારે હતું અને શાળા પરિસરની આસપાસ ગ્રીન બેલ્ટનો અભાવ વર્તાતો હતો. જો કે વિદ્યાર્થીઓની ક્ષમતાને વિકસિત કરવા તેમજ પર્યાવરણનું શિક્ષણ આપવા માટે, આ શાળાએ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.