ડાયમંડ સીટી, સિલ્ક સીટી, ક્લીન સીટી બાદ સુરતને મળશે વધુ એક નવી ઓળખ : જાણીને થશે મોટો ફાયદો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ડાયમંડ સિટી, સિલ્ક સિટી અને ક્લીન સીટી નું બિરુદ મેળવનાર સુરતની યશ કલગીમાં હવે વધુ એક નવી ઓળખ નો ઉમેરો થવા જઈ રહ્યો છે. સુરતને નવી ઓળખ અપાવવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની એ કમર કસી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય ની પણ હર હંમેશ ચિંતા કરવામાં આવી રહી છે. જેને લઇને શહેરીજનો નું સ્વાસ્થ્ય સારું રહે અને કસરત પણ થાય સાથે સાથે પ્રદુષણ ઘટે તે માટે મહાનગરપાલિકા કમિશ્નર ના નેતૃત્વમાં મહત્વની કામગીરી હાથ ધરાઈ છે.
સુરત શહેરને હવે આગામી સમયમાં સાયકલિંગ સિટીની ઓળખ અપાવવા માટે મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં ૭૫ કિ.મી સુધીનો સાયકલિંગ ટ્રેક બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહેલ છે. 'સ્માર્ટ સિટી મિશન, ministry of housing and urban affairs' ના 'ફ્રીડમ 2 વોક એન્ડ સાયકલ પ્લેજ' પ્રોજેકટ અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્યને લઈને તેમજ સાથે સાથે પ્રદૂષણ ઘટાડવા ના હેતુ સાથે સાયકલિંગને વધુ પ્રોત્સાહન મળે તે માટે શહેરમાં 75 કિલોમીટરનો સાયકલિંગ ટ્રેક તૈયાર કરાઈ રહ્યો છે.
આ અંગે સુરત મહાનગરપાલિકાના કમિશનર પાસેથી મળેલી માહિતી મુજબ સુરતને ગ્રીનસીટી તેમજ સ્વસ્થ સીટી બનાવવા સાયકલિંગ ને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષની 11મી જાન્યુઆરીને પદયાત્રી દિવસ તરીકે ઉજવવાનો પ્રયાસ કરવામાં આવશે.આ ઉપરાંત વિશ્વ સાયકલ દિવસ 2 ના ભાગ રૂપે સુરત 3જી જૂને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરશે. ચાલવા, સાયકલ ચલાવવા માટે સલામત અને સુલભ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે 75 કિમી સાયકલ ટ્રેક તૈયાર કરાઈ રહ્યો છે. દર અઠવાડિયાના મંગળવારને "Cycle2Work/Shop" અથવા 'Walk2Work/Shop Day 5 તરીકે જાહેર કરવાનું આયોજન છે. સુરત 2022ના વર્ષમાં હેલ્ધી સ્ટ્રીટ્સ પોલિસી અપનાવશે.