ધો.1 થી 9 ની ઓફ લાઇન સ્કૂલો શરૂ કરવાને લઈ સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો ક્યારથી શાળાઓ થશે શરૂ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : રાજ્ય સરકારે 5મી ફેબ્રુઆરી સુધી ધોરણ 1થી 9નું ઓનલાઈન શિક્ષણ યથાવત રાખ્યું હતું.ત્યારે હવે સોમવારથી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમાં ચર્ચા કર્યા બાદ તેમની સૂચના પ્રમાણે કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતાં અને વિદ્યાર્થીના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર 7મી ફેબ્રુઆરીથી જૂની SOP (કોરોનાની ગાઈડલાઇન) પ્રમાણે ધોરણ 1થી 9નું ઓનલાઇન અને ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે. 7મી જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ કરાયું હતું.