સુરતના વેસુથી SMC ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપ્યું, 4.33 લાખનો મુદ્દામાલ જપ્ત
Mnf network: સુરતના વેસુ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડયા હતા.. અને વેસુ વિસ્તારના સોમેશ્વર સ્કવેરમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું હતું.. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સાત લોકોની અટકાયત કરી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા સાથે જ 4.33 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બોગસ કોલ સેન્ટર થકી અનેક લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવે છે.. આવા જ એક બોગસ કોલ સેન્ટર પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વેસુ વિસ્તારમાં આવેલા સોમેશ્વર સ્ક્વેરમાં ત્રીજા માળે 112 નંબરની ઓફિસ માંથી ગેરકાયદેસર સર કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું. મહત્વનું છે કે વેસુ પોલીસ આ સમગ્ર કોલ સેન્ટરથી અજાણ હોવાનું સામે આવ્યું હતું. પોતાના જ વિસ્તારમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતું હોવા ને લઈ સ્થાનિક પોલીસ ની જાણ બહાર જ સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટિમેં રેડ કરી હતી .. આ રેડ દરમિયાન રાહુલ સુરતી, શ્રેયાસ સિંગ, હિતેશ માલવિયા, નઝામુદ્દીન સિદ્દીકી, શિલ્પા વણકર, હુસના કાજી અને એક બાળ કિશોર સહિત 7 ને ઝડપી પાડયા હતા .જ્યારે કોલ સેન્ટર ચલાવતા આવેશ ઇલિયાસ સમીર અને દીપેશ લલિતચંદ્ર ભૂત ને વોન્ટેડ જાહેર કર્યા હતા.