Big Breaking: ખેરાલુ : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલી યાત્રા પર પથ્થરમારો
મહેસાણા જિલ્લાના ખેરાલુ વિસ્તાર નો બનાવ..
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યાત્રા દરમ્યાન પથ્થરમારો..
પથ્થરમારા પગલે ખેરાલુ માં તંગદિલી...
ખેરાલુ પોલીસ સહિત ફાકલો ઘટનાસ્થળે પહોંચ્યો.
MNF NEWS NETWORK: અયોધ્યામાં આવતીકાલે થનાર રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ખેરાલુમાં નીકળેલી યાત્રામાં ચોક્કસ કોમના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ મુદ્દે પોલીસના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ, ખેરાલુ વિસ્તારમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યાત્રા કાઢવામાં આવી હતી એ યાત્રા ઉપર ચોક્કસ કોમના લોકોએ પથ્થરમારો કર્યો હતો. જેમાં પ્રથમ મહિલાઓ દ્વારા પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. ત્યાર પછી કેટલાક યુવાનો વીડિયોમાં પથ્થરો ફેંકતા જોવા મળે છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ પથ્થર મારામાં કેટલા લોકોને ઈજા થઈ કે નહીં તે અંગેની કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.