BREAKING: રિક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 6 લોકોના મોત
MNF NEWS NETWORK: દાહોદના પાટીયાઝોલ ગામના તળાવ પાસે રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે.અકસ્માતમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે.બેફામ ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જોયો હતો.જેમાં 1 ગંભીર ઈજાગ્રસ્ત છે.
જેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો ઘટનાની જાણ થતા તાત્કાલિક ગરબાડા પોલીસ સ્ટેશ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસ હાથ ધરી છે.
ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 4 ના મોત
સુરેન્દ્રનગરના લખતરમાં અકસ્માત થતાં 4 લોકોના મોત થયા છે. જેમાં અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. લરખડીયા ગામના લોલોડી પરિવારને અકસ્માત નડ્યો છે. તેમાં એક બાળકી, એક મહિલા અને બે પુરૂષના મોત થયા છે. આજે આઇસર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો.