સુરત : સુશાસનના દાવાઓ વચ્ચે ભાજપ શાસિત પાલિકાનો પોલંપોલ વહીવટ : સત્તાધીશોની બેદરકારીથી લોકો ત્રાહિમામ
ભાજપના શુસાનના દાવાઓ વચ્ચે ભાજપ શાસિત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર માં લાલિયાવાડી
સમય અગાઉ વિપક્ષ નેતાએ મુલાકાત લઈ લાલિયાવાડી વહીવટની ખોલી હતી પોલ
નવા રબર સ્ટેમ્પ મેયર પાસે વહીવટીય જ્ઞાન નો અભાવ
શહેરમાં રોગચાળો વકર્યો છતાં સત્તાધીશો ના પેટ નું પાણીએ હાલતું નથી.
મેયરના વિસ્તારમાં જ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.
રોડ રસ્તા અને રખડતા ઢોર નો મુદ્દો શિર દર્દ સમાન
ભાજપના પાલિકાના મેયર સહિતના સત્તાધીશો પાલિકાની જવાબદારી નિભાવવા ને બદલે પક્ષના કાર્યક્રમો માં વધારે વ્યસ્ત
લોકોમાં ભારે આક્રોશ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરત મહાનગર પાલિકામાં ભાજપના શાસનમાં પોલંપોલ વહીવટ ચાલી રહ્યો હોવાની વિગતો બહાર આવતાં ચકચાર મચી છે.જો કે શાસકોના ભ્રષ્ટાચાર ના કિસ્સાઓ તો અનેક વાર સમાચાર માધ્યમોમાં ચમક્યા છે.તો બીજી બાજુ રોડ - રસ્તા, પાણી અને રખડતા ઢોર મુદ્દે લોકો ની રજૂઆતો નું પરિણામ શૂન્ય છે.નગરજનો ને એમ હતું કે નવનિયુક્ત મેયર કઈક નવું પરિણામ મેળવવામાં સફળ થશે પણ હાલમાં આ નવનિયુક્ત મેયર તો માટે 'રબર સ્ટેમ્પ'મેયર હોવાનો લોક મત પ્રવર્તી રહ્યો છે.
મેયર કરતા વિરોધ પક્ષના નેતા વધારે પાવરફુલ હોવાનું માનવામાં આવી રહ્યું છે.શહેરમાં રોગચાળો વકર્યો છે ત્યારે પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ જ બીમાર છે.શાસકોની બેદરકારી ને કારણે ગરીબ અને મઘ્યમવર્ગ ના લોકો માટે ઉપચાર નું મહત્વનું માધ્યમ એવી સ્મીમેર માં એક મહિનાથી આંતરડા, પેટની તપાસ માટેના કોલોન એંડોસ્કોપી મશીન બંધ પડી જતા ગરીબ દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ માટે જવું પડી રહ્યું છે. સમયસર ટેન્ડરીંગ ન થતા આ સ્થિતિ સર્જાઈ છે.વહીવટી વિભાગે આ મશીનો ખરાબ થઈ ગયા ત્યાં સુધી ગંભીરતા દાખવી ન હતી. હાલ આવી તપાસ માટે ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યાં છે જ્યાં દર્દીનો ને 10 હજાર સુધીનો ખર્ચ કરવો પડે છે.
બીજી બાજુ સુરત મનપાના સ્ટ્રીટલાઇટ વિભાગમાં ચાલતી પોલંપોલ સામે લાલ આંખ કરી મનપા કમિશનર શાલિની અગ્રવાલે વરસોથી ફાઇલોમાં દબાઇ ગયેલા સ્ટ્રીટલાઇટ પોલ કૌભાંડની ઘુળ ખંખેરી હલકી ગુણવતાના સ્ટ્રીટલાઇટ પોલ ઉપયોગમાં લેનાર એજન્સીઓ પાસેથી નાણાકીય રીકવરીના આદેશ આપતા ફરી એકવાર આ કૌભાંડનુ ભૂત ઘુણ્યું છે.
નવા મેયર કરતા પાલિકા ના વિપક્ષ નેતા વધારે એક્ટિવ છે એટલું જ નહિ લોકોની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં પણ સત્તાધીશો પાછી પાની કરી રહ્યા છે.જો કે હોદ્દો મેળવ્યા બાદ લોકોના ટેકસ માંથી પગાર મેળવનાર મેયર સહિતના ભાજપના સત્તાધીશો સરકારી કામો માં વ્યસ્ત રહેવાને બદલે પક્ષની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોમાં જરૂર કરતાં વધારે વ્યસ્ત રહેતાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.