ઊંઝા નગર પાલિકાનો હોર્ડીગ્સ વિવાદ : શાસકોની સસ્તી પ્રસિદ્ધિની ભૂખ પાલિકાને કંગાલ કરશે : ભાવેશ પટેલ, નગરસેવક

ઊંઝા નગર પાલિકાનો હોર્ડીગ્સ વિવાદ : શાસકોની સસ્તી પ્રસિદ્ધિની ભૂખ પાલિકાને કંગાલ કરશે : ભાવેશ પટેલ, નગરસેવક

મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઊંઝા નગર પાલીકામાં હાલમાં ભાજપનું શાસન છે.જો કે નગરપાલિકામાં ભાજપની પાતળી બહુમતી છે.છેલ્લા કેટલાક સમયથી પાલિકામાં હોર્ડિંગ્સ નો વિવાદ ચાલી રહ્યો છે. નગરપાલિકામાં 13 કરોડથી વધારે રકમનું ગુજરાત વોટર વર્કસ નું લેણું બાકી છે ત્યારે નગરપાલિકાની આવકનું સાધન ગણાતા હોર્ડિંગ્સ મુદ્દે રાજકારણ ગરમાયુ છે. કારણ કે જે હોર્ડીંગસની મદદથી નગરપાલિકા આવક મેળવી શકે એ હોર્ડીંગસને હાલમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા માત્રને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિનું માધ્યમ બનાવવામાં આવી રહ્યાં છે.જેને લઇને નગરપાલિકાએ ઘણું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ત્યારે નગરપાલિકાના અપક્ષના નગર સેવક ભાવેશ પટેલે હોર્ડિંગ્સ ના મુદ્દે ચીફ ઓફિસરને પત્ર લખીને ધારદાર રજૂઆત કરી છે. જે સત્તાધીશો એ આ હોર્ડીંગસનો ઉપયોગ માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે કરી નગરપાલિકાની આવકમાં અવરોધ ઊભો કર્યો છે તેમની પાસેથી નિયમ મુજબ લેણું વસૂલવા તેમણે માંગ કરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે આ મુદ્દે કેટલા અસરકારક પગલાં ભરવામાં આવી શકશે.

ભાવેશ પટેલે ચીફ ઓફિસરને લખેલ પત્ર.....

પ્રતિ શ્રી,

ચીફ ઓફિસરશ્રી ,
 ઊંઝા નગરપાલિકા.

 વિષય : ઊંઝા નગરપાલિકાના સત્તા ધીસો દ્વારા 14 પબ્લિક હોડીંગ જગ્યાઓની ટેન્ડર પ્રક્રિયા કે બજાર કિંમતનું ભાડું નાખ્યા વગર વ્યકિતગત પ્રસિદ્ધિ માટે સંસ્થાની આવકમાં અવરોધ ઊભો કરવા સામે નગરપાલિકાની અધિનિયમ કલમ-37 હેઠળ જવાબદાર સભ્યો સામે કાર્યવાહી કરવા બાબત.

સદર નમસ્કાર , 
    જય ભારત સાથે ઉપરોકત વિષય અનુસંધાનમાં ઊંઝા નગરપાલિકાના સત્તા પક્ષના નગરસેવકો ( કોર્પોરેટર ) પ્રમુખ. ઉ પ્રમુખ. સ્થાનિક ધારાસભ્યશ્રી દ્રારા વર્તમાન સમયમાં વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે ઊંઝા નગરપાલિકાના 14 જાહેર હોડીગ જગ્યાઓ પર વ્યકિતગત પોસ્ટર તા-23/03/2021 થી લગાવેલ છે.જે તેમજ તે લોકો કોઇપણ પ્રકારનું બજાર કિંમતનું ભાડું નગરપાલિકામાં જમા કરાવતા નથી                                             
    જે જગ્યાઓ પર સત્તા પક્ષના નગરસેવકો (કોર્પોરેટર)  દ્વારા વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે ઉપયોગ માં લેવાઈ છે. તેનું નીચે મુજબનું માસિક બજાર કિંમતનું ભાડું છે.                  
                                                          માસિક બજાર
ક્રમ.          સ્થળ.       સાઇઝ. ચો-ફૂટ.      કિંમતનું ભાડું.      
1. હાઇવે સર્કલ સૌચાલાય ઉપર.  30×15   ₹ 6.000
2. મુખ્ય અંડર બ્રિજ હાઇવે તરફ. 40×10  ₹15.000
3.મુખ્ય અંડર બ્રિજ નગર તરફ.  40×10    ₹15.000
4. સરદાર ચોક.                      20×10        ₹6.000
5. એમ આર એસ હાઈસ્કૂલ આગળ.20×20 ₹10.000
                           સરદાર ચોક તરફ.
6.એમ આર એસ હાઈસ્કૂલ આગળ.20×20 ₹10.000
                 મહાવીર કોમ્પ્લેક્સ તરફ.
7. ઘરનાળા ઉનાવા દેશની વાડી આગળ.20×10 ₹6.000
8. નગર પાલિકા આગળ.            15×10      ₹4.000
9.  ગાંધી ચોક.                         20×15        ₹ 6.000
10.વાડીપરા ચોક આગળ.        20×10         ₹7.000
11. ખજૂરી પોર સ્કુલ.મોલ્લોત ચોક.  20×10  ₹6.000
12. ઉમિયા માતા દેશ ની વાડી આગળ.20×10  ₹5.000
13. ઉમીયા માતા ચોક સ્કૂલની ઉપર. 40×10   ₹7.000
14. વિસનગર ચોકડી. ઊંઝા.          15×10    ₹7.000
ઊંઝા નગરપાલિકાના જાહેર હોડિંગ માંથી થતી અંદાજિત માસિક આવકમાં ₹1.00.000/- તેમજ આ સ્થિતિનું સરેરાશ 5 વર્ષમાં ₹60.00.000.(60 લાખ) થી વઘુની આવકમાં અવરોધ ઊભો થશે.
   ઊંઝા નગરપાલિકાને પ્રતિદિન ₹3.333, રૂપિયાનો આવકમાં અવરોધ તેમજ 14, હોડીગ નો સત્તા પક્ષના ભોગવટો આજદિન ના રોજ 51 દિવસ થયા છે. જેનું ₹3.333.×51દિવસ=₹1.69.983 આર્થીક આવકમાં અવરોધ ઊભો કરવા બાદલ નગરપાલિકાની અધિનિયમ કલમ-37 હેઠળ જવાબદાર સભ્યો સામે તાત્કાલિક કાર્યવાહી કરવા રજુઆત છે.
  ગત વર્ષે તા-01/08/2016 થી 01/08/2021 સુધીમાં ચિત્રા પબ્લિસિટીને ટેન્ડર થી આપેલ માત્ર હોડીગની આવક ₹65.09.184 માં ₹ 36.20.975 જમા થયા તેમજ બાકીની રકમ કંપની આર્થિક સ્થિતિને અનુસરીને ચૂકવેલ નહિ હોય. બીજી બાજુ સંસ્થાને તા 01/04/2021સુધીમાં ગૂજરાત વોટર સપ્લાય બોર્ડ ને ₹13.86.43.902 જેવી અધ્ધ રકમ ચૂકવવાની બાકી હોય ને બીજી બાજુ વ્યક્તીગત રિતે જાહેર હોડીંગ પર કબજો મેળવી ઊંઝા નગરપાલિકાની સ્થાનિક મોટી આવક માં અવરોધ ઉભો કરી આવકને રોકનારાઓ સામે સખત પગલાં લેવા.
નોંધ- નગરજનો વિવિઘ સેવાઓનો લાભ લે છે  તેની સામે ટેકસ રૂપી કર ચૂકવે છે. જે થકી વર્તમાન નેતાશ્રીઓ પણ ઊંઝા નગરપાલિકાના પબ્લિક હોડીંગ જગ્યાઓનો વ્યકિતગત ઉપયોગ કરે છે. જે થકી તેનું ભાડુ વશુલવું જોઇએ. ગત તા-26/03/2021 વાર્ષીક અંદાજ પત્ર જનરલ સભા દરમીયાન આ વિષયની લેખીત જાણ કરેલ તેમાં છતાં વ્યકિતગત પ્રસિદ્ધિ માટે જાહેર હોડીંગો નો ઉપયોગ કરેલ છે.
નોંઘ- ઉપરોકત બાબતે દિન 30 માં યોગ્ય પગલાં નહીં લેવાયતો ગૂજરાત હાઇકોર્ટમાં PIL દાખલ કરવાની ફરજ પડશે.

બીડાંણ.
1- ગત તા-26/03/2021 વાર્ષીક અંદાજ પત્ર જનરલ સભા દરમીયાન આવિષયની લેખીત જાણ પત્ર.
2- વર્તમાન 14 જગ્યાઓના વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે ઉપયોગ લેવાયેલા પબ્લિક હોડીંગ જગ્યાઓના સ્થળ પરના ફોટા.
3. ઊંઝા નગરપાલિકા માંથી મળેલ સત્તા પક્ષના નગરસેવકો ( કોર્પોરેટર ) પ્રમુખ.ઉ પ્રમુખ. ધારાસભ્યશ્રી દ્રારા વર્તમાન સમયમાં વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે 14 જાહેર હોડીગ જગ્યાઓ પર વ્યકિતગત પોસ્ટર લગાવી ભાડું નાખતા નથી. તેમજ ઊંઝા નગરપાલિકાએ બાકી દેવાની સત્તા વાર લેખીત વિગત.
નકલ રવાના.
1-શ્રી વિજયભાઈ રૂપાણી. માન.ન મંત્રીશ્રી શહેરી વિકાસ.
                                 માન.મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય
2-શ્રી કમિશ્નર મ્યુનસિપાલિટી એડમીનિસ્ટેશન ગૂજરાત રાજ્ય.
3-શ્રી મ્યુનિસપિલ કમિશનર. ગાંધીનગર ઝોન.
4- શ્રી કલેકટર. બહુમાળી ભવન મહેસાણ.
5- ઇલેક્ટ્રીક મિડિયા. પ્રિન્ટ મીડિયા. સોશ્યલ મિડીયા.