કઠોર નિર્ણયો તો નરેન્દ્ર મોદી જ લઈ શકે : સી.એમ. કે સુપર સી.એમ.પાટીલનું કામ નહીં !, જાણો સમગ્ર મામલો
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના ) : નોટ બંધી, જીએસટી જેવા કડક નિર્ણયો લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની મજબૂત નિર્ણય શક્તિનો માત્ર દેશ નહીં પરંતુ સમગ્ર દુનિયાને પરચો આપી દીધો હતો. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે ગુજરાતના વિકાસ માટે અનેક કડક નિર્ણય લીધેલા છે. મોદીનો શરૂઆતથી જ સ્વભાવ રહ્યો છે કે બને ત્યાં સુધી લોકહિતના કડક નિર્ણયોમાં તેઓ પીછેહઠ ક્યારેય કરતા નથી. ગુજરાતમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે લીધેલા નિર્ણયની સામે તેમણે પીછેહટ કરી નથી. જ્યારે વર્તમાન મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુપર સી.એમ. ગણાતા સીઆર પાટીલે તાજેતરમાં રખડતાં ઢોરના નિયંત્રણને લઈને લીધેલા નિર્ણયમાં પીછેહઠ કરવાનો વારો આવ્યો છે. જે દર્શાવે છે કે કડક નિર્ણય લેવાનું કામ મોદીજી કરી શકે છે, CR કે CM નું કામ નથી.
અત્રે નોંધનીય છે કે કાયદો ઘડી દેવાથી માત્ર કામ ચાલી જતું નથી પરંતુ કાયદો ઘડતા પહેલા તમામ પાસાઓનો ઊંડાણ પૂર્વક અભ્યાસ કરવો જરૂરી હોય છે. પાટિલના નેતૃત્વ વાળી ભુપેન્દ્ર સરકારે આ પાછળનો વિચાર કર્યા વગર માત્ર આંખો મીંચીને કાયદો ઘડી દીધો પરંતુ તેની નકારાત્મક અસરો દેખાતા થૂંકેલું ચાટવાનો વારો આવ્યો. નરેન્દ્ર મોદી જ્યારે કોઈપણ નિર્ણય લે ત્યારે તમામ પાસાઓનો વિચાર કરે છે. એટલું જ નહીં પરંતુ અને એક વિચારશીલ વ્યક્તિઓના અભિપ્રાયો મંગાવ્યા બાદ તેઓ કોઈ કઠોર નિર્ણય વિચાર વિમર્શ કર્યા પછી જ લેતા હોય છે. અને એટલા માટે જ મોદીજીએ લીધેલા નિર્ણયો મા દેશની જનતા તેમની સાથે ખભે ખભો મિલાવીને સપોર્ટ કરતી હોય છે.
ગાંધીનગર ખાતે તાજેતરમાં મળેલા વિધાનસભાના સત્ર દરમિયાન રખડતા ઢોરના ત્રાસને લઈને હાઈકોર્ટના નિર્દેશ આધારે ગુજરાત સરકારે રખડતા ઢોર નિયંત્રણ ખરડો પસાર કર્યો હતો. જેને લઈને સરકાર ધર્મ સંકટમાં મૂકાઈ છે. કારણ કે કાયદો રદ કરવાની માંગ સાથે રાજ્યભરમાં માલધારીઓએ સરકાર સામે મોરચો માંડ્યો અને દેખાવો કર્યા હતાં.સૂત્રોના જણાવ્યા અનુસાર ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવો મુશ્કેલ છે. કારણે વિધાનસભામાં પસાર થયેલુ વિધેયલ પાછુ ખેંચવુ હોય તો ફરી ગૃહમાં રજૂ કરવુ પડે જે હવે શક્ય નથી. કારણ કે રાજ્યમાં વહેલી ચૂંટણીની શક્યતા સેવાઈ રહી છે. જેથી પુનઃ સત્ર મળે તેવી શક્યતા પણ ઓછી છે.આ કાયદો હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે, માલધારીઓ દ્વારા કાયદા બન્યા બાદ રાજ્યભરમાં વિરોધ કર્યો હતો. અને આ અંગે રાજયભરમાં માલધારી સામજ દ્રારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ કાયદો પાછો ન ખેંચાઇ તો મહાપંચાયત બોલાવાની જાહેરાત કરી હતી.
અત્રે નોંધનીય છે કે સમય અગાઉ સી.આર.પાટીલ દ્વારા જ રખડતા ઢોરોને નિયંત્રિત કરવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કરાયો હતો. ત્યારબાદ વિધાનસભાના સત્ર દરમિયાન રખડતા ઢોરોના નિયંત્રણ અંગે કડક કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ વોટબેંકની રાજનીતિ ટેવાયેલા નેતાઓએ ચૂંટણી સામે આવેલી જોઇને મત જવાના ડરથી કાયદો મોકૂફ રાખવાની ફરજ પડી. એટલું જ નહીં રખડતા ઢોરોનો નિયંત્રણ કરવા માટે સૂચન કરનારા સી.આર.પાટીલે ગુલાંટ મારીને આ કાયદો અટકાવવા માટે મુખ્યમંત્રીને અનુરોધ કરવો પડ્યો છે. જે દર્શાવે છે કે ગમે એવા કઠોર નિર્ણયો માત્ર નરેન્દ્ર મોદીજી કરી શકે CM કે CR નું કામ નથી.!