ઊંઝા : કામલી તાલુકા પંચાયતની સીટ પર શુ છે મતદારોનો મૂડ ? ભાજપ- કોંગ્રેસ પર હવે કોણ ભારે પડશે ?

ઊંઝા : કામલી તાલુકા પંચાયતની સીટ પર શુ છે મતદારોનો મૂડ ? ભાજપ- કોંગ્રેસ પર હવે કોણ ભારે પડશે ?

કામલી તાલુકા પંચાયતની સીટ પર સીસીટીવી કેમેરાની ભાજપ કોંગ્રેસ પર બાજ નજર.

અપક્ષ ઉમેદવારનું નિશાન છે સીસીટીવી કેમેરો.અપક્ષનું પલ્લું ભારે 

સર્વ સમાજનો અપક્ષ ઉમેદવારને ટેકો

સોશ્યલ મીડિયામાં અભિયાન...." ના જોઈએ હવે ભાજપ કે કોંગ્રેસ પક્ષ, કામલી સીટ પર જીતશે માત્ર....અપક્ષ "

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  ઊંઝા તાલુકા પંચાયતની ત્રણ સીટો પર અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવતા ભાજપ કોંગ્રેસના નેતાઓની ઉંઘ હરામ થઇ ગઇ છે. એમાંય ખાસ કરીને ઊંઝાની કામલી સીટ પર અપક્ષ ઉમેદવારોનો ભારે દબદબો હોઇ ભાજપ કોંગ્રેસના નેતાઓ દોડતા થયા છે કારણ કે અપક્ષ ઉમેદવાર તરીકે એક યુવા ચહેરો છે. જોકે અપક્ષ ઉમેદવાર  યુવાઓના પ્રશ્નો અને સ્થાનિક સમસ્યાઓ માટે મેદાનમાં ઉતાર્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા જ ચૂંટણી લડી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

કામલી સીટ પર ભાજપનો દેખાવ શરૂઆતથી જ નબળો રહ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર પાસે પણ કોઈ ચોક્કસ વિઝન નથી. માત્રને માત્ર કોંગ્રેસ ઉમેદવાર પણ પોતાનો રાજકીય રોટલો શેકવા ના જ મૂળમાં ચૂંટણીમાં ઝંપલાવ્યું છે જોકે ભાજપ કોંગ્રેસના બંને ઉમેદવારો દ્વારા કોઈ ખાસ નોંધપાત્ર લોકોના કામો ન થયા હોવાનું ચર્ચાય છે ત્યારે અપક્ષમાં ઉમેદવારી નોંધાવનાર ભારતીય જન સેવા મંચ યુવા સંગઠનના કન્વીનર મૌલિક પટેલે આ વિસ્તારના રેલવે ઓવર બ્રિજ જેવા સૌથી મોટા પ્રાણી પ્રશ્નને હલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

વળી, ભાજપના ઉમેદવાર હાલમાં ઊંઝા શહેરમાં રહે છે જેથી સ્થાનિકો પ્રશ્નો ને વાચા કેવી રીતે આપી શકશે એ પણ સૌથી મોટો ચર્ચાનો વિષય છે. તો બીજી બાજુ કોંગ્રેસની ભાજપ સાથે હાલમાં જે મિલી ભગત ચાલી રહી છે એ જગ જાહેર છે.એમાંય કોંગ્રેસ ગુજરાતમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવવામાં પણ સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારોને જીતાડી શો ફાયદો એ પ્રશ્ન પણ મતદારોને મૂંઝવી રહ્યો છે. જો કે અપક્ષ ઉમેદવારને છેલ્લી ઘડી સુધી દબાવી દેવા માટે ભાજપના ઉમેદવારે મરણીયા પ્રયાસો કર્યા હતા પણ છેવટે દાળ નહિ ગળતા હવે ત્રીપાંખીયો જંગ સર્જાયો છે.