ઊંઝા : 'જન આશીર્વાદ યાત્રા' દરમ્યાન કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ભાજપ નેતા IAS મહેન્દ્ર પટેલની આ મુદ્દે કરી જાહેરમાં પ્રસંશા

ઊંઝા : 'જન આશીર્વાદ યાત્રા' દરમ્યાન કેન્દ્રીય મંત્રી રૂપાલાએ ભાજપ નેતા IAS મહેન્દ્ર પટેલની આ મુદ્દે કરી જાહેરમાં પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા) : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ઐતિહાસિક પાવન ધામ ઊંઝા થી 'જન આશીર્વાદ યાત્રા' નો પ્રારંભ કર્યો હતો. જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કડવા પાટીદારોની કુળદેવી મા ઉમિયા ના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ઉમિયા ધામ ખાતે પરસોતમ રૂપાલા પૂર્વ મંત્રી એવા નારાયણ પટેલ ને મળ્યા હતા અને તેમને પ્રેમથી ભેટયા હતા.

ત્યારબાદ ઊંઝા એપીએમસી ખાતે પરષોત્તમ રૂપાલાની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં ઊંઝા ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા નું ભવ્ય સ્વાગત કરાયું હતું. જોકે જાહેર સભામાં ઉપસ્થિત જનમેદની ના ચહેરા ઉપર માસ્ક જોઈને રૂપાલાએ ભાજપના નવનિયુક્ત ઉપાધ્યક્ષ અને સરકારમાં આઈએએસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલ મહેન્દ્રભાઈ પટેલની જાહેરમાં પ્રશંસા કરી હતી. અત્રે નોંધનીય છે કે ઊંઝામાં અગાઉ લક્ષ ચંડી યજ્ઞ દરમિયાન મહેન્દ્ર પટેલે સુચારુ વ્યવસ્થા ની ભૂમિકા અદા કરી હતી.

તો બીજી બાજુ આ કાર્યક્રમ દરમિયાન કેટલાક દ્રશ્યો ઉડીને આંખે વળગે તેવા જોવા મળ્યા હતા. જોકે સ્ટેજ પર પરસોતમ રૂપાલા ના સ્વાગત કાર્યક્રમ દરમિયાન માત્ર એપીએમસી ચેરમેન અને ધારાસભ્યએ સ્ટેજ પર છવાયેલા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કેન્દ્રીય મંત્રી રૂપાલાએ પ્રવચન દરમિયાન એપીએમસી ચેરમેન દિનેશ પટેલ ના નામનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો. તેમજ ધારાસભ્ય નું નામ માત્ર એક જ વાર સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ક્યાંકને ક્યાંક જૂથવાદ પણ જોવા મળ્યો હતો. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે અહીંયા ઉપસ્થિત સહુ કોઈના મોઢા ઉપર જોવા મળતાં માસ્ક અમારા અહીંના વતની એવા ભાજપના ઉપાધ્યક્ષ મહેન્દ્ર પટેલ અને કે.સી.પટેલ જેવા નેતાઓની વ્યવસ્થા નું પરિણામ છે. આમ પરષોત્તમ રૂપાલાએ પરોક્ષ રીતે કાર્યક્રમનો શ્રેય મહેન્દ્ર પટેલ અને કે સી પટેલ તેમજ મહેસાણા અને ઊંઝા ભાજપની ટીમને આપ્યો હતો.