કોંગ્રેસે ભાજપના આ મુન્નાભાઈ MBBS ધારાસભ્યનું સ્ટેચ્યુ તમામ મેડીકલ ઈન્સ્ટીટ્યુટમાં મુકવા શા માટે કરી માંગ ? કારણ છે ચોંકાવનારું

કોંગ્રેસે ભાજપના આ મુન્નાભાઈ MBBS ધારાસભ્યનું સ્ટેચ્યુ તમામ મેડીકલ ઈન્સ્ટીટ્યુટમાં મુકવા શા માટે કરી માંગ ? કારણ છે ચોંકાવનારું

ભાજપના કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાનું સ્ટેચ્યુ તમામ મેડીકલ ઈન્સ્ટીટ્યુટમાં મુકવુ જોઈએ : કોંગ્રેસ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સુરતના કામરેજ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયાનો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દર્દીને પોતે રેમડેસિવિર ઇન્જેક્શન આપતા વીડિયોમાં દેખાયા હતા. એક ધારાસભ્ય તરીકે જે ગંભીરતા હોવી જોઈએ તે ગંભીરતા તેમનામાં જોવા મળી નથી. પોતે જાતે ઇન્જેક્શન દર્દીને આપી રહ્યા છે ત્યાં તમામ મેડિકલ સ્ટાફ ઉપસ્થિત હોવા છતાં પણ તેમણે પોતાની મનમાની કરી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કોંગ્રેસે આ ઘટનાને લઇને ભાજપના આ ધારાસભ્ય નો ઉધડો લીધો છે.

કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ એ જણાવ્યું છે કે, "મેડિકલ તેમજ પેરા મેડીકલ સ્ટાફનો અભાવ છે, અને જે થોડા ઘણા ફરજ પર છે એ અતિ કાર્યબોજથી થાક્યા છે ત્યારે ૫ ચોપડી ભણેલા ઝાલાવડીયામાં અનુકંપાથી એક ડોક્ટરનો આત્મા માન. ધારાસભ્યશ્રી માં પ્રવેશીને જન્મેલા એક ડોક્ટરને અભિનંદન આપવા જોઈએ. 4 ચોપડી ભણેલા આરોગ્યમંત્રી અને 5 ધારાસભ્યશ્રીથી મેડીકલમા પ્રવેશ નહી મળતા હતાશ થનાર વિધ્યાર્થીઓએ પ્રેરણા લેવી જોઈએ.

શ્રી ઝાલાવડીયાએ ધો.બાર અને સાડા ચાર વરસ એમ.બી.બી.એસ ના એમ કુલ સાડા સોળ વરસ અભ્યાસના બગાડ્યા સિવાય માત્ર પાંચ ધોરણના અનુભવને કોવીડ ડ્યુટીમા જે રીતે પરોવ્યો એ કાબીલે દાદ છે. સી.આર. પાટીલજી એ શ્રી વી. ડી. ઝાલાવડીયાની અધ્યક્ષતામાં એક કોવીડ કાર્યશાળા શરૂ કરી તમામ પેજ પ્રમુખોને પ્રશિક્ષિત કરવા જોઈએ. 
અપુરતા પગાર માટે વારેઘડીએ સરકારનું નાક  દબાવતા મેડીકલ અને નર્સીંગ સ્ટાફ ની શાન પણ ઠેકાણે આવે અને કામમાં રાહત પણ મળે .

ભાજપે ભાભીજી ના પાપડ બનાવવા મહીલા પાંખ ને કામે લગાડવી જોઈએ. ગૌ મુત્ર એકત્રિકરણ માટે સંગઠનને કાર્યરત કરવુ જોઈએ. જેથી ઝાલાવડીયા ના માર્ગદર્શન મા તૈયાર થયેલ ઈન્જેક્શન નિષ્ણાતોને વધુ સવલત મળે. 

" એક બુથ પાંચ યુથ " ની જેમ 
" પાંચ દર્દી એક હમદર્દી " જેવા પ્રકલ્પ પણ શરૂ કરી શકાય.

હાલ શાળા કોલેજોમાં શિક્ષણ બંધ છે તેનાથી ચિંતિત વાલીઓ અને વિદ્યાર્થીઓને વી. ડી. ઝાલાવડીયા બ્રાન્ડ તબીબ શાસ્ત્ર માનસિક રાહત આપશે..