આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ભાજપના 93 કોર્પોરેટરો માટે બન્યા મોટો પડકાર : સી.આર.પાટીલનું ટેંશન વધ્યું

આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ભાજપના 93 કોર્પોરેટરો માટે બન્યા મોટો પડકાર : સી.આર.પાટીલનું ટેંશન વધ્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં ભાજપ ની સોનાની થાળીમાં આમ આદમી પાર્ટીએ લોખંડનો હથોડો ઝીંકી દીધો છે એમ સમય અગાઉ ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલ બોલ્યા હતા, કારણ કે પાટીલ ના ગઢ ગણાતા સુરતમાં ભાજપ ભલે કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહી હોય પરંતુ આમ આદમી પાર્ટીએ 27 સીટો જીતીને ભાજપ માટે એક મોટો પડકાર ઉભો કર્યો છે. જોકે મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની 27 સીટો આવતાની સાથે જ પાલિકા તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે.

તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના નગરસેવકો ( કોર્પોરેટરો ) ચૂંટણી વખતે જે રીતે મત માગવા માટે ઘરે ઘરે ગયા હતા એ જ રીતે હવે ચૂંટાયા બાદ પણ ઘરે ઘરે જઈને લોકોને તેમના હક્કો વિશે જાગૃત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સૌથી નાની વયના કોર્પોરેટર પાયલબેન સાકરીયા સહિત બધા કોર્પોરેટરો પોતપોતાના વોર્ડ માં જઈને લોકોની સમસ્યાઓ જાણીને તેનું નિવારણ કરવા માટે સક્રિય થયા છે. જેથી ભાજપના ચૂંટાયેલા  અને માત્ર મત માટે જ લોકોના દ્વારે જનારા નગરસેવકો માટે પણ હવે આળસ ખંખેરી લોકો ના દ્વાર સુધી પહોંચવું પડે તેવો ઘાટ ઘડાયો છે.

જોકે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોની સક્રિયતાને કારણે હવે તેમના વોર્ડના નાના મોટા સ્થાનિક પ્રશ્નો નું ફટાફટ નિરાકરણ આવવા લાગ્યું છે. જ્યારે ભાજપના કોર્પોરેટરો હજુ પણ એક્શન મોડ માં આવવા ન માગતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. જોકે અગાઉ મહાનગર પાલિકામાં ભાજપના શાસનમાં અનેક ભ્રષ્ટાચારો થયા હતા જે સમાચારોમાં પણ ગાજ્યા હતા. પરંતુ હવે આમ આદમી પાર્ટી ના સક્રિય અને જાગૃત નગરસેવકો વિરોધ પક્ષમાં બેસવા ના હોઇ ભાજપ માટે એક મોટો પડકાર સાબિત થનાર છે. સુરતના જે વોર્ડમાં આમ આમ આદમી પાર્ટીના નગરસેવકો ચૂંટાયા છે એ વોર્ડ માં હવે દિલ્હી મોડેલને સાકાર કરવા માટે કોર્પોરેટરો દ્વારા સક્રિય કામગીરી હાથ ધરાતા લોકો માં આમ આદમી પાર્ટી પ્રત્યે હકારાત્મક વાતાવરણ ઉભું થઇ રહ્યું છે. જે આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફાયદો કરાવી શકે છે.