ઊંઝા : શુ ભાજપને પોતાના જ જીતેલા ઉમેદવારો પર ભરોસો નથી ?....તો નગરપાલિકામાં કામદાર પેનલનું શાસન આવશે ?

ઊંઝા : શુ ભાજપને પોતાના જ જીતેલા ઉમેદવારો પર ભરોસો નથી ?....તો નગરપાલિકામાં કામદાર પેનલનું શાસન આવશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  ઊંઝા નગર પાલિકાની ચૂંટણીમાં આ વખતે ભાજપે નવો ઇતિહાસ સર્જયો છે,કારણ કે પહેલી વાર ભાજપને નગરપાલિકામાં પાતળી બહુમતી મળી છે.નગર પાલિકાની 36 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો લડાવ્યા હતા.જેમાં બે બેઠક પર ભાજપના ઉમેદવાર તો ચૂંટણી પહેલાં જ બિનહરીફ થયા હતા. 

તો બીજી બાજુ ધમા મિલનની કામદાર પેનલે પણ 36 બેઠકો પર ઉમેદવારો લડાવ્યા જેમાં 15 બેઠક પર કામદાર પેનલનો ભવ્ય વિજય થયો હતો.જ્યારે બે બેઠક પર અપક્ષ ઉમેદવારોની જીત થઈ છે. અત્રે નોંધનીય છે કે પાલિકાના પૂર્વ પ્રમુખ મણિલાલ (ઘી વાળા) ની પુનઃ જીત થઈ છે.ત્યારે હવે નગર પાલિકામાં કોનું શાસન હશે તેને લઈને નગરમાં ચર્ચાઓ શરૂ થઈ છે.

ભાજપના જીતેલા 19 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે કેમ લઈ જવાયા ?

જો કે ચૂંટણી પરિણામો બાદ તરત જ ભાજપના જીતેલા 19 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડાતા નગરમાં રાજકીય ગરમાવો આવ્યો છે.એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે પાતળી બહુમતી મેળવનાર ભાજપને પોતાના જ ઉમેદવારો પર વિશ્વાસ ન હોવાને કારણે તેમને અજ્ઞાત સ્થળે લઈ જવાની ફરજ પડી છે.

.....તો કામદાર પેનલનું શાસન પણ આવે !

જો કે નગર પાલિકામાં શાસન બનાવવા 19 ની બહુમતી જોઈએ જે હાલ ભાજપ પાસે છે.તો બીજી બાજુ કામદાર પેનલ પાસે 15 ઉમેદવાર છે. 2 અપક્ષનો ટેકો મળે તો 17 થાય હવે સત્તા મેળવવા માટે કામદાર પેનલનો માત્ર 2 ની બહુમતી ખૂટે.જો ભાજપની જૂની તોડજોડ ની નીતિમાં કામદાર પેનલનો સફળતા મળે કે પછી જીત્યા બાદ શાસન ની ધુરા સાંભળનાર ભાજપના કોઈ બે ઉમેદવારને પદ વહેંચણી બાબતે મનદુઃખ થાય અને કામદાર પેનલનો ટેકો આપવાનું વિચારે તો ભાજપને બદલે કામદાર પેનલનું શાસન આવી શકે છે.

ભાજપમાં બધું સમસૂતરું છે ખરું ?

આમ ઊંઝા નગરપાલિકામાં સ્થિર શાસન રહેવું લગભગ અશક્ય છે કારણકે ભાજપને ખૂબ જ પાતળી બહુમતી મળી છે. જેમ પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી બાજપાઈની સરકાર એક બહુમતી મત માટે પડી ગઈ હતી એવી જ સ્થિતિ ઊંઝા ભાજપની થઈ શકે છે.કારણ કે ઊંઝા ભાજપમાં અસંતોષ છે,પરિણામે તો કેટલાક ભાજપના જ નેતાઓએ અપક્ષ માંથી ચૂંટણી લડવી પડી હતી.

ભાજપના જ કાર્યકરોએ અપક્ષ માંથી કેમ ચૂંટણી લડવી પડી ?

ઊંઝા ભાજપમાં નગર પાલિકાની ચૂંટણીમાં પણ ટિકિટ વહેંચણીમાં ભાજપના જ કેટલાક કાર્યકરોને ટિકિટ નહિ મળતા છેવટે એમણે અપક્ષમાં ઝંપલાવ્યું હતું અને જીત પણ થઈ છે.ત્યારે એ પણ જોવું રહ્યું કે અપક્ષમાં જીતેલા આ બે ઉમેદવારો કોને ટેકો આપશે.અપક્ષમાં જીતેલા બે ઉમેદવારો પૈકી વોર્ડ નંબર 2 ના ઉમેદવાર ભાવેશ પટેલે ભાજપ માંથી ટિકિટ માગી હતી.નોંધનીય છે કે શહેર ભાજપ પૂર્વ યુવા પ્રમુખનો હોદ્દો સંભાળી ચૂકેલા ભાવેશ પટેલને પણ ભાજપે ટિકિટ આપી ન હતી.એટલું જ નહીં  ભાવેશ પટેલને ચૂંટણી લડતાં અટકાવવા વિવિધ પ્રલોભનો અપાયાં હતાં. પણ હંમેશા રાજકીય લાભ ખાટવાને બદલે નગરના વિકાસ માટે સરકાર સામે બાંયો ચડાવનાર ભાવેશ પટેલ કોઈ પણ પ્રલોભનો ને વશ થયા વિના ચૂંટણી લડ્યા અને વટ થી જીતી ગયા  છે.