ભાજપના આ ધારાસભ્યએ PM મોદીના સો ટકા મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાર્થક કર્યું: તમામ મહત્વના હોદ્દાઓ પર મહિલાઓનું વર્ચસ્વ

ભાજપના આ ધારાસભ્યએ PM મોદીના સો ટકા મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાર્થક કર્યું: તમામ મહત્વના હોદ્દાઓ પર મહિલાઓનું વર્ચસ્વ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહિલા સશક્તિકરણને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરવા માટે તેમણે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જોકે ગુજરાતમાં સૌ પ્રથમ તેમણે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મહિલા સશક્તિકરણ નો પાયો નાખ્યો હતો. આજે ગુજરાત સરકાર દ્વારા પણ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લાના ઉંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના મત વિસ્તારમાં સો ટકા મહિલા સશક્તિકરણ સાર્થક થયું છે.

ઊંઝા મતવિસ્તારના ઊંઝા તાલુકાના તમામ મહત્ત્વના હોદ્દા ઉપર હાલમાં મહિલાઓ અગ્રેસર હોવાની માહિતી બહાર આવી છે સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચા મુજબ, હાલમાં ઊઝા ના વિકાસ મા મહિલાઓ નુ વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.હાલમાં ઊંઝા વિસ્તારનાં સાંસદ થી લઈને તાલુકા પ્રમુખ સુધીના તમામ હોદ્દાઓ પર મહિલાઓનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે.હાલ આ વિસ્તારનાં સાંસદ સભ્ય શારદાબેન પટેલ, ધારાસભ્ય શ્રી ડો આશાબેન પટેલ, નગરપાલિકા પ્રમુખ રિનકુબેન પટેલ, તાલુકા પ્રમુખ સીતાબેન પટેલ, આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી તરીકે ભાર્ગવીબેન વ્યાસ, મામલતદાર કિજલબેન રબારી, પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવા ઉપરાંત ઉનાવા PSI તરીકે બી.બી.ડાભાણી મળીને વિવિધ હોદ્દાઓ પર કુલ 8 જેટલી મહિલાઓ ઊંઝાના વિકાસને આગળ ધપાવી રહી છે. અત્રે નોંધનીય છે કે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ ગુજરાતના તમામ ધારાસભ્યો માં સૌથી શિક્ષિત ધારાસભ્ય છે અને તેમણે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણને વેગવાન બનાવવામાં સિંહફાળો આપ્યો છે.