Exclusive : પટેલના મંત્રીમંડળમાં કોનું પત્તુ કપાશે ? કોને મળી શકે છે એન્ટ્રી ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની વરણી બાદ ફરીવાર પાટીદાર સમાજ પર જ વિધાનસભા ચૂંટણીનો મદાર હોય તેવું દેખાઈ રહ્યું છે. પાટીદારોની માંગ પ્રમાણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા છે ત્યારે હવે બધાની નજર રાજ્યનાં નવા મંત્રીમંડળ પર છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોને ખુશ કરવા પ્રયાસ કર્યા છે ત્યારે હવે જ્ઞાતિનાં આધારે જ જુદા જુદા મંત્રીઓને સ્થાન આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે.
રાજ્યની સરકારમાં અત્યાર સુધીમાં પાટીદારોનાં દિગ્ગજ નેતા નીતિન પટેલ નંબર બેની ભૂમિકામાં રહ્યા છે અને ડેપ્યુટી સીએમ પદ પર તેઓ હતા ત્યારે હવે મુખ્યમંત્રી જ પાટીદાર હોવાથી નીતિન પટેલનાં પદને આશંકા ઊભી થઈ છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને પાટીદાર હોય તેવું રહ્યું નથી ત્યારે નીતિન પટેલ જેવા દિગ્ગજ નેતાનું પણ મંત્રીમંડળમાંથી પત્તું કપાઈ શકે છે. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર નીતિન પટેલનાં સ્થાને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવી શકે છે.