ઊંઝા : ઓવરબ્રિજ નીચે ગેરકાયદેસર દબાણો નો રાફડો : બ્રિજ ની આ દુર્દશા માટે જવાબદાર કોણ ?

ઊંઝા : ઓવરબ્રિજ નીચે ગેરકાયદેસર દબાણો નો રાફડો : બ્રિજ ની આ દુર્દશા માટે જવાબદાર કોણ ?

MNF: (સુના સો ચુના &દિખા સો લિખા) : 'લીટલ બ્રિજ સિટી ' ઊંઝા માં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે બનાવેલ બ્રિજ હવે ધીમે ધીમે ગેરકાયદેસર દબાણોનું આશ્રય સ્થાન બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે આ બાબતે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગે છે. રોડ પર સામાન્ય થીગડા મરાવીને સસ્તી પ્રસિદ્ધિ લેનારા લોકોને આ ગેરકાયદેસર દબાણો કેમ નહીં દેખાતા હોય તે પણ ચર્ચાઇ રહ્યું છે ?

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા થી સિધ્ધપુર તરફ જતા હાઈવે પર ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પૂર્વ ધારાસભ્ય સ્વ.ડો. આશાબેન પટેલના કાર્યકાળમાં અહીં બ્રિજ બનાવવામાં આવ્યા છે. પરંતુ હવે આ બ્રિજ દિવસે દિવસે ગેરકાયદેસર દબાણોનો રાફડો બની રહ્યા છે. જોકે બ્રિજ નીચે કેટલાક કાચા મકાનો પણ બાંધવામાં આવ્યા છે. જેમાં લોકો રહેવા લાગ્યા છે એ આ ઉપરાંત અનેક વાહનો બ્રીજ નીચે પાર્ક કરવામાં આવે છે જેને લઈને મુશ્કેલીઓ ઊભી થાય છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે બ્રિજની આ દુર્દશા ક્યાં સુધી આવીને આવી રહેશે ?