સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન ના વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિયુક્તિ કરાઈ

સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલની ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન ના વાઇસ પ્રેસિડન્ટ તરીકે નિયુક્તિ કરાઈ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતીમાં કહેવત છે કે મોર ના ઇંડા ચીતરવા ના પડે. માતા પિતા ના લક્ષણો આપો સંતાનોમાં આવી જતા હોય છે. આ કહેવત જોકે નેતાઓને બહુ ઓછી લાગુ પડતી હોય છે. પરંતુ ભાજપના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ માટે આ કહેવત બરાબર ફિટ થઇ જાય છે. કારણકે સી.આર.પાટીલની જેવી સર્વાભિમુખ પ્રગતિ તેમના પુત્ર જીગ્નેશ પાટીલ માં જોવા મળી રહી છે.

જીગ્નેશ પાટીલ યુથ ફોર ગુજરાત સંગઠનના પ્રેસિડન્ટ છે. જેઓ હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહે છે. સાથે સાથે જીગ્નેશ પાટીલની પ્રિય રમત ફુટબોલ છે. યુવાઓમાં તેઓ ખૂબ જ લોકપ્રિય છે, ત્યારે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન ના વાઇસ પ્રેસિડન્ટ તરીકે તેમની નિમણૂક થતા તેમના મિત્ર વર્તુળમાં તેમજ યુવાઓમાં હર્ષની લાગણી પ્રસરી છે.