વિજાપુર સીટ પર ભાજપ ઉમેદવારના પુનરાવર્તન સામે મતદારો કરશે પરિવર્તન ! AAP ની જીત નિશ્ચિત !

વિજાપુર સીટ પર ભાજપ ઉમેદવારના પુનરાવર્તન સામે મતદારો કરશે પરિવર્તન !  AAP ની જીત નિશ્ચિત !

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં વિજાપુર સીટ પર ભારે રસાકસી જોવા મળી રહી છે. કારણ કે આ વખતે વિજાપુર સીટ પર ત્રિપાંખિયો જંગ જામવા જઈ રહ્યો છે .જેમાં આમ આદમી પાર્ટી એ પોતાના ઉમેદવાર તરીકે ચિરાગભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે .

જ્યારે ભાજપે રમણભાઈ પટેલને રીપીટ કર્યા છે અને કોંગ્રેસે પણ સ્થાનિક ન હોય તેવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. જોકે ભાજપના ઉમેદવાર રમણભાઈ પટેલ પણ રહેઠાણની દ્રષ્ટિએ જોઈએ તો સ્થાનિક ઉમેદવાર ગણી શકાય નહીં. આમ બંને ભાજપ- કોંગ્રેસના પેરાશુટ ઉમેદવારોની સામે આમ આદમી પાર્ટી એ સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારતા મતદારો માં આમ આદમી પાર્ટી તરફનો લગાવ દિન પ્રતિદિન વધી રહ્યો છે.

વિજાપુર વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચિરાગભાઈ પટેલ પોતે સ્થાનિક ઉમેદવાર છે જ્યારે ભાજપના ઉમેદવાર અગાઉ 2017 થી 2022 સુધી વિજાપુર સીટ પર ચૂંટણી જીતી ને ધારાસભ્ય તરીકે રહી ચૂક્યા છે. પરંતુ તેઓ સ્થાનિક ન હોવાને કારણે મતદારો સાથેનો તેમનો સંપર્ક ઓછો હોવાનો માનવામાં આવી રહ્યું છે. તેમ જ એવું પણ ચર્ચા રહ્યું છે કે ઘણી વખત આ વિસ્તારના લોકોના કામો સંતોષકારક રીતે થયા નથી. તેથી ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં ભાજપના આ ઉમેદવાર પ્રત્યે ભારે છૂપો રોષ હોવાનું ચર્ચા રહ્યું છે.

બીજી બાજુ જોવા જઈએ તો ગુજરાતમાં આ વખતે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી એ ઝમ્પલાવતા હવે લોકોને ભાજપ કોંગ્રેસ ઉપરાંત ત્રીજો મજબૂત વિકલ્પ મળી રહ્યો છે. તેથી હવે સમગ્ર ગુજરાતમાં ત્રિપાખીઓ જંગ જામવાનો છે. જોકે બેકારી, મોંઘવારી સહિતની અનેક સમસ્યાઓથી ત્રસ્ત મતદારો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા હોવાનું પણ લોકમત દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે આ વખતે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં વિજાપુર સીટ પર પરિવર્તન થશે કે પુનરાવર્તન તે જોવું રહ્યું !