ઉંઝા સીટ પર ભાજપનો ખેલ પાડી દેવા કોંગ્રેસ આ સક્ષમ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારશે : જાણો વધુ

ઉંઝા સીટ પર ભાજપનો ખેલ પાડી દેવા કોંગ્રેસ આ સક્ષમ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારશે : જાણો વધુ

ઊંઝા વિધાનસભાની સીટ પર કોગ્રેસ માંથી મહિલાને મળી શકે છે ટિકિટ 

પિન્કીબેન રજનીકાંત પટેલને મળી શકે છે ટિકિટ 

પિન્કી બેન પટેલનું રાજકીય ક્ષેત્રે છે મોટું નામ 

પિન્કીબેન રજનીકાંત પટેલ કહોડા ગામના છે વતની 


પિન્કીબેન પટેલ ની 2009 થી રાજકારણ માં સક્રિય ભુમિકા


પુર્વ કાઉન્સિલર ગાંધીનગર મહાનગરપાલિકા ૨૦૧૧ થી ૨૦૨૧ ( ૨ ટર્મ )

કોંગ્રેસ ના મેયરના પદના ઉમેદવાર ૨૦૧૪ અને ૨૦૧૮

પુ્ર્વ પ્રભારી ગુજરાત મહિલા કોંગ્રેસ સમિતિ લોકસભા સીટ મહેસાણા ૨૦૧૬ થી ૨૦૧૯

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતી ઊંઝા સીટ પર દિન પ્રતિદિન ચૂંટણીનો રાજકીય માહોલ જામી રહ્યો છે. ભાજપ દ્વારા ઊંઝા સીટ પર બિલકુલ અપરિચિત ચહેરાને મેદાનમાં ઉતારતા ની સાથે જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગયા છે. કારણ કે ભાજપે ઊંઝા સીટ ઉપર કરેલો અખતરો એ 2017 ની ઘટનાનું પુનરાવર્તન કરે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.

ઊંઝા સીટ પર ભાજપે રાજકીય રીતે અપરિચિત ચેહરાને મેદાનમાં ઉતારતાની સાથે જ કોંગ્રેસે હવે આ સીટ જીતવા માટે મજબૂત રણનીતિ અપનાવી છે.કોંગ્રેસ દ્વારા 2017 ની જેમ આ વખતે પણ મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારવા નું નક્કી કરાયું છે. કોંગ્રેસ દ્વારા પિન્કીબેન પટેલને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. પિન્કીબેન પટેલ ખુબ જ મોટું રાજકીય કદ ધરાવે છે.એટલું જ નહીં તેઓ 2011 થી 2021 સુધી ગાંધીનગર મહાનગરપાલિકાનાં નગરસેવક પણ રહી ચૂક્યા છે. તેમજ મેયરપદનાં ઉમેદવાર પણ રહી ચૂક્યાં છે. જોકે 2017માં પણ ઊંઝા સીટ પર કોંગ્રેસનાં ડો. આશાબેન પટેલ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી જીત્યાં હતાં. આ વખતે પણ ભાજપના અપરિચિત ચહેરા સામે કાર્યકરોમાં ક્યાંક ને ક્યાંક છુપી નારાજગી જોવા મળી રહી છે. ત્યારે એકવાર પુનઃ 2022 ની ચૂંટણીમાં 2017નું પુનરાવર્તન થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે.