Breaking: ચંદ્રયાન -૩ ની સફળતાને લઈ PM મોદીના વતન વડનગરમાં દિવાળી જેવો માહોલ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ચંદ્રયાન ત્રણ દ્વારા ચંદ્રની ધરતી ઉપર ભારત સફળતાપૂર્વક પગ મૂકવામાં સફળ થયું અને એક નવો ઇતિહાસ રચી દીધો આ ક્ષ્ણ ના સાક્ષાત્કાર સમગ્ર દેશવાસીઓ બન્યા છે ત્યારે આ અસીમ આનંદને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વતન વડનગરમાં ખુશાલી પૂર્વક વ્યક્ત કરાયો હતો.
વડનગર વાસીઓએ એકત્ર થઈ શહેરમાં તિરંગો લહેરાવ્યો હતો અને ભારત માતાની જય જય કાર કરી હતી એટલું જ નહીં પરંતુ આ જ્વલંત સફળતા નો આનંદ વ્યક્ત કરવા માટે આજે સાંજે 7:15 કલાકે સમગ્ર વડનગરમાં દીપ પ્રગટાવી અને આ આનંદને વ્યક્ત કરવામાં આવશે. જોકે ભારતને મળેલી આ શ્રેષ્ઠ સફળતાને લઈને સમગ્ર દેશમાં દિવાળી જેવા માહોલ જોવા મળી રહ્યો છે લોકોમાં ખુશાલી અને ગૌરવ ની લાગણી ફેલાઈ છે.