ઊંઝા : ભાજપની અંદરો અંદરની લડાઈમાં AAP મેદાન મરી જાય તેવી શકયતા : AAP કોને બનાવશે ઉમેદવાર?
સમય અગાઉ ઊંઝામાંયોજાયેલ કેજરીવાલની સભામાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉંટયું હતું.
ભાજપ અને કોંગ્રેસનું વધ્યું ટેંશન
ભાજપમાં ટીકીટ માટે છે ભારે ખેંચતાણ
સમગ્ર રાજ્યમાં આમ આદમી પાર્ટી ની વધતી લોક પ્રિયતા
ઊંઝા સીટ પર આ વખતે આમ આદમી પાર્ટી મેદાન મારે તેવી સ્થિતિ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડગામ વાગી ચૂક્યા છે અને ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં હવે ત્રિ પંખીઓ જંગ જમવા જઈ રહ્યો છે આ વખતે ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવ્યું છે એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં સરકાર રચવાનો દાવો કરાતા ભાજપ અને કોંગ્રેસની ખુરશીના પાયા ડગમગવા લાગ્યા છે. ત્યારે આ વખતે ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ ખૂબ જ વધી રહ્યો છે જોકે ઉત્તર ગુજરાતમાં શરૂઆતથી જ ભાજપનો દેખાવ કંગાળ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી એ ઝમ્પલાવતા હવે ભાજપની ચિંતામાં વધારો થયો છે.
ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતી ઊંઝા સીટ પર ભાજપમાં જ ટિકિટ માટેના ધાંધિયા શરૂ થયા છે ત્યારે ઊંઝા વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ દિવસે દિવસે વધી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ ભાજપની અંદરો અંદરની લડાઈમાં આમ આદમી પાર્ટી જો સક્ષમ ઉમેદવાર ને મેદાનમાં ઉતારે તો મોટો ફાયદો થઈ શકે છે. જોકે હાલમાં આમ આદમી પાર્ટીમાંથી ઊંઝા વિધાનસભા સીટ પર ચૂંટણી લડવા માટે જે ઉમેદવારો એ દાવેદારી નોંધાવી છે તે ઉમેદવારો માં સૌથી મજબૂત દાવેદાર આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ભાનુભાઈ કાંતિભાઈ પટેલ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. કારણ કે ઊંઝા એ પાટીદાર પ્રભુત્વ ધરાવતી સીટ છે ત્યારે અહીં ચૂંટણી જીતવા માટે પાટીદાર ચહેરાને પ્રમુખ માનવામાં આવે છે. વળી કોરોના કાળ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પટેલના નેતૃત્વમાં નોંધપાત્ર કામગીરી થઈ હતી.
આ વખતે ભાજપ અને કોંગ્રેસ કરતાં આમ આદમી પાર્ટી એક ડગલું આગળ રહી છે અને અગાઉથી જ પોતાના ઉમેદવારો જાહેર કરતા આ ઉમેદવારોને અત્યાર સુધી પ્રચાર કરવા માટે ની મોકળાશ મળી છે. તેથી આમ આદમી પાર્ટી અને કાર્યકર્તાઓના આત્મવિશ્વાસમાં સતત વધારો થયો છે. જોકે ઊંઝા વિધાનસભા સીટ પર તાલુકા પ્રમુખ ભાનુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત બીજા બેથી ત્રણ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ભાનુભાઈ પટેલ પોતે ઉનાવા ગામના વતની છે.ઊંઝા પછી જો કોઈ મોટી વોટ બેન્ક હોય તો તે ઉનાવા ગામની છે, જ્યાં 12,000 કરતાં પણ વધારે મતદારો છે. ભાનુભાઈ પટેલ પોતે કમાણીયા સમાજના છે. ઉપરાંત ઊંઝા વિધાનસભાના 10 જેટલા મોટા ગ્રામ્ય વિસ્તારોમાં તેમનો સમાજ પથરાયેલો છે એટલે કે રાજકીય ઉપરાંત સામાજિક સંબંધો પણ તેમના મજબૂત હોઇ ભાજપ અને કોંગ્રેસને હંફાવી શકવાની ક્ષમતા ધરાવતા તેઓ મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે.ત્યારે હવે આમ આદમી પાર્ટી ઊંઝા વિધાનસભા સીટના ઉમેદવારની જાહેરાત ક્યારે કરશે તેને લઈને સૌ કોઈની મીટ મંડાઈ રહી છે !